સુરેન્દ્રનગરઃ દૂધરેજ કેનાલમાંથી 24 કલાકમાં બીજી લાશ મળી, યુવતી પછી યુવકની લાશ મળતા ચકચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jul 2020 10:31 AM (IST)
સ્થાનિક લોકોએ કેનાલમાં તરતી લાશ જોઇ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની લાશ હોવાની આશંકા છે.
સુરેન્દ્રનગરઃ દૂધરેજ નર્મદા કેનાલમાંછી છેલ્લા 24 કલાકમાં બીજી લાશ મળી આવી છે. ગઈ કાલે એક યુવતીની લાશ મળી આવ્યા પછી આજે યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ તરતી લાશ જોઇ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની લાશ હોવાની આશંકા છે. જોકે, લાશ બહાર કાઢવામાં આવશે પછી સાચી માહિતી બહાર આવશે. ગઈ કાલે દૂધરેજ નર્મદા કેનાલમાંથી 18 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. લીસે લાશનો કબ્જો લઇ પીએમ માટે ગાંધી હોસ્પિટલમાં કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી યુવતીની ઓળખ થઈ શકી નથી.