મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સહો મોકૂફ રાખવાની વાત કહી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં જો કોરોનાની પરિસ્થિતી આવીને આવી રહેશે તો, ઓગસ્ટના તમામ તહેવારો મોકુફ રાખવામાં આવશે.
ઓગસ્ટ મહિનો તહેવારોથી ભરપૂર હોય છે. સૌ કોઈ લોકો આ તહેવારોની રાહ જોતા હોય છે. આ તહેવારોમાં જન્માષ્ટમી સૌથી મહત્વનો તહેવાર છે. આ તહેવારોમાં રાજ્યમાં તમામ જગ્યાએ લોકમેળાઓ યોજાતા હોય છે. પરંતુ આ વર્ષે આવી કોઈ ઉજવણી નહી થાય. આ તહેવારોની સાથે સાથે તાજિયા જુલુસ પણ નહીં થાય આવીને આવી સ્થિતિ રહી તો નવરાત્રી પણ નહીં ઉજવાય.
મુખ્યમંત્રી રૂપાણીએ 27મી જુલાઇએ ગરબા આયોજકોએ મુખ્યમંત્રી સાથે આ મુદ્દે વાત કરી હતી. મુલાકાત પછી ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કામે 30 ઓગસ્ટ સુધી કોઈ પણ આયોજનનો નિર્ણય લેવો શક્ય નથી. પરિસ્થિતિ સુધરશે તો સરકાર વિચારશે અને નવી ગાઇડલાઇન આપશે. તેમણે આયોજકોની વેદના સાંભળવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
કોરોના વાયરસ મહામારીમા નવરાત્રી ઉજવણીને લઈ આયોજકો ચિંતામાં છે. અમદાવાદ, રાજકોટ તથા સુરત સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોના આયોજકો મુખ્યમંત્રીને મળવા પોહોંચ્યા હતા. આયોજકોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે નવરાત્રિના આયોજન અંગે બેઠક કરી હતી. જોકે, હાલ, નવરાત્રિ થશે કે નહીં, તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. 30 ઓગસ્ટ પછી આગામી પરિસ્થિતિ જોઇને આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે.