Baroda Dairy News:બરોડા ડેરીમાં ચેયરમેનના પદ માટે સતીષ પટેલનીતો ક્રિપાલસિંહને બરોડાની ડેરીના વાઇસ ચેયરમેન તરીકે નિમણુક થઇ  છે.


બરોડા ડેરીમાં ચેયરમેનના પદ માટે સતીષ પટેલની નિમણુક થઇ છે તો ક્રિપાલસિંહની બરોડાની ડેરીના વાઇસ ચેયરમેન તરીકે નિમણુક થઇ  છે. ઉલ્લેખનિય છે કે, સતીષ પટેલ વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ છે તો ક્રિપાલ સિંહ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં છોડાયા છે. બરોડા ડેરી ચેયરમેન અને વાયસ ચેરમેનની બિન હરીફ નિયુક્તિ થઇ છે. નોંધનિય છે કે, દોઢ મહિના માટે આ બંને પદ માટે નિયુક્તિ થઇ છે.


બરોડા ડેરીમાં 13 ડિરેક્ટરો છે. ઉલ્લેખનિય છે કે, અનેક વિવાદોના કારણે આ પહેલા દિનુમામાએ રાજીનામુ આપ્યું હતું. ટર્મ પુરી થાય તે પહેલા રાજીનામુ પડતાં દોઢ મહિના માટે બરોડા ડેરીના ચેયરમેન અને વાઇસ ચેયરમેનની નિમણુક કરવામાં આવી છે.


Valsad Breaking: વાપીમાં સ્કૂલ બસે ટક્કર મારતા બે સગા ભાઈઓના કરુણ મોત


Valsad Breaking: વલસાડ જિલ્લાના વાપીમાં ગોજારી ઘટના સામે આવી છે. વાપીમાં બે સગા ભાઈઓને સ્કૂલ બસે અડફટે લીધા હતા. જે બાદ બંન્ને ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.  સ્વામિનારાયણ ગુરુકુલની સ્કૂલ બસે બે બાળકોને અડફટે લઈ અકસ્માત સર્જ્યો હતો. મૃતક બાળકમાં એકની ઉંમર 7 વર્ષની હતી અને બીજાની ઉંમર 16 વર્ષની હતી. વાપીના બલિઠા બનેલા આ અકસ્માતના બનાવને લઈને અરેરાટી મચી ગઈ છે. બાળકોના મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે. 


તલાટી મંત્રીની પરીક્ષાની તારીખ બદલાઈ


 તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તલાટીની પરીક્ષા માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  તલાટીની જે પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી તે હવે 7મી મેના રોજ લેવાશે. આ અંગે વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષામાં સંસાધનો બિન જરૂરી વેડફાય નહિ તેવો નિર્ણય કર્યો છે. તલાટીની પરીક્ષા પહેલા કન્ફેર્મેશન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ફર્મેશન નહિ આપનાર ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.


લોકસભાની તમામ 26 બેઠકો જંગી લીડ સાથે જીતવા ગુજરાત ભાજપનો શું છે પ્લાન ?


 લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ કરશે.  33 જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સંગઠન અને સરકારને જુદા જુદા પ્રશ્નોને વાચા આપીને તાલમેલ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવાની રણનીતિના એક ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરાશે.


કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે 189 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર