Dilip Gohil: વરિષ્ઠ પત્રકાર અને રાજકિય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલનું અવસાન થયું છે. ભાવનગરમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. દિલીપભાઈ ગોહિલના અવસાનથી પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. દિલીપભાઈ ગોહિલ તટ્સ્થા સાથે સત્યને ઉજાગર કરતા હતા. ગઈકાલ સાંજે 9:30 વાગ્યે તેમનું નિધન થયું આજે 9:30 વાગ્યે રાજુલામાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. દિલીપભાઈ ગોહિલ ની સ્મશાન યાત્રા છતડીયા રોડ સવિતાનગર તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. મોટી સંખ્યામાં લોકો દિલીપભાઈની અંતિમ યાત્રામાં જોડાયા હતા. વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ ના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. મૂળ રાજુલાના વતની અને સ્પષ્ટ વક્તા દિલીપભાઈ ગોહિલના નિધનથી પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. રાજુલાના આહીર પરિવાર તેમનો જન્મ થયો હતો. તેમણે એબીપી અસ્મિતાના અનેક ચર્ચાઓમાં રાજકિય વિશ્લેષક તરીકે ભાગ લીધી હતો.
વરિષ્ઠ અને પીઢ પત્રકાર સ્પષ્ટ વક્તા દિલીપભાઈ ગોહિલ વિશે..
- 1987-88 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમને જર્નાલિઝમ કર્યું..
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જર્નાલિઝમ મા તેઓ ટોપ રહ્યા..
- નાનપણથી કોલેજ સુધી તેમને ભાવનગરમાં અભ્યાસ કર્યો.
- પત્રકારત્વ માં અભ્યાસની સાથે જનસત્તા સમાચાર પત્ર રાજકોટમાં તેમને ટ્રેનિંગ લીધી..
- ગુજરાતી ઇન્ડિયા ટુડે ના તેઓ કોપી એડિટર રહ્યા .
- ચિત્રલેખા અભિયાન મેગેઝીનમાં પણ તેમને કામ કર્યું .
- સમકાલીનમાં હસમુખ ગાંધી સાથે તેમને પત્રકારત્વ કર્યું .
- ગુજરાતી ચેનલ ઈટીવી ગુજરાતીમાં હૈદરાબાદમાં તેમને કામ કર્યું..
- રિડીફ.કોમમા કચ્છ ભૂકંપનું સમયે પત્રકારત્વ કર્યું..
- જીએસટીવી ચેનલ માં પણ તેમને કામ કર્યું..
- અંગ્રેજીનું ગુજરાતીમાં અનુવાદક તરીકે તેમને મહત્વનું કામ કર્યું..
- લિયો નાંદો-દ-વીંચી,ટેસ્લા નું ગુજરાતીમાં અનુવાદન કર્યું...
- તેમને અનેક પત્રકારોને તૈયાર કર્યા..
- છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેઓ અલગ અલગ ગુજરાતી ચેનલમાં ડિબેટર તરીકે અલગ અલગ વિષયોમાં નિષ્પક્ષ ભાગ લીધો.
- થોડા સમય માટે તેમને બીબીસીમાં પણ કામ કર્યું
- ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવતા હતા..
- રાજકોટમાં તેમને અગ્ર ગુજરાત નામનું સમાચાર પત્ર શરૂ કર્યું..
- તેઓ રાજકોટમાં અગ્ર ગુજરાત સમાચાર પત્રમાં મહત્વની ભૂમિકા અદા કરતા હતા..
- અમદાવાદ,મુંબઈ,દિલ્હી, રાજકોટ સહિતના શહેરોમાં તેમને કામ કર્યું
- પત્રકારત્વ ક્ષેત્રમાં રાજ્યભરમાં તેમનો બહોળો મિત્ર વર્તુળ.