restaurant service charge rules: જો તમે જૂનું વાહન ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા છો, અથવા તો તમારા વાહનને બીજા રાજ્યમાં લઈ જવા માટે NOC કઢાવવા માંગો છો, તો તમારા માટે એક ખૂબ જ અગત્યના સમાચાર છે. ભારત સરકારે વાહન માલિકીની તબદીલી (ટ્રાન્સફર) અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. આ નવી સિસ્ટમ મુજબ, હવેથી તમારે પરિવહન પોર્ટલ પર તમારું આધાર કાર્ડ લિંક કરવું એકદમ ફરજિયાત બની ગયું છે. ગુજરાત સહિત આખા દેશમાં આ નવો નિયમ 15 જુલાઈ 2026થી લાગુ પણ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ આખીય પ્રક્રિયાને વધુ સરળ, સુરક્ષિત અને સંપૂર્ણપણે પારદર્શક બનાવવાનો છે.

Continues below advertisement

ઘણીવાર એવું બનતું હોય છે કે વાહનના રેકોર્ડ અને આધાર કાર્ડના ડેટામાં નાની-મોટી ભૂલો કે વિસંગતતા જોવા મળતી હોય છે. નાગરિકોને ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જ આ સુધારો કરવામાં આવ્યો છે. હવે પ્રક્રિયા એવી રહેશે કે, જ્યારે પણ તમે વાહન ટ્રાન્સફર કે NOC માટે ઓનલાઈન અરજી કરશો, ત્યારે તમારે સૌથી પહેલા પરિવહન પોર્ટલ પર તમારા આધાર કાર્ડની વિગતો નાખવી પડશે. જો તમારા આધાર કાર્ડની વિગતો અને વાહનના રેકોર્ડની વિગતો સંપૂર્ણપણે મેચ થતી હશે, તો જ વાહન માલિકી બદલવાની આ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂરી થઈ શકશે.

Continues below advertisement

હવે સવાલ એ થાય કે જો આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત નીકળે તો શું? તો ગભરાવાની જરૂર નથી. આવા કિસ્સામાં અરજદારે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સની (Driving License) વિગતો પોર્ટલ પર દાખલ કરવાની રહેશે, ત્યારબાદ જ આ પ્રક્રિયા આગળ વધશે. પરંતુ, ધારો કે તમારી RC બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ મિસમેચ કે વિસંગતતા જોવા મળે છે, તો પછી ઓનલાઈન કામ નહીં થાય. આવા સંજોગોમાં તમારે જરૂરી તમામ આધાર-પુરાવા સાથે લઈને તમારી સંબંધિત RTO કચેરીએ રૂબરૂ જઈને જ આ પ્રક્રિયા પૂરી કરાવવાની રહેશે.

આ પણ વાંચોઃ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ જરૂરી નથી? જાણો સરકારના આ નવા નિયમો

સરકારના આ નવા ઓનલાઈન આધાર વેરિફિકેશનના પગલાંથી વાહનોની તબદીલીના કામમાં ખાસ્સી એવી ઝડપ આવશે અને લોકોની કામગીરી સરળ બનશે. આટલું જ નહીં, વાહન માલિકોની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે. ઘણીવાર કોઈની જાણ બહાર બારોબાર વાહન ટ્રાન્સફર થઈ જવાના કિસ્સા સામે આવતા હોય છે. આધાર ફરજિયાત બનવાથી ભવિષ્યમાં થતી આવી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ પર કાયમી બ્રેક લાગી જશે.

આ પણ વાંચોઃ Traffic Rules: સાવધાન! વર્ષમાં 5 વાર નિયમ તોડ્યો તો ડ્રાઈવિંગ લાયસન્સ થશે રદ; જાણો નવો કાયદો