નર્મદાઃ નર્મદાના કેવડિયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. ભાજપની કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ,મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. કારોબારી બાદ સીઆર પાટીલે કહ્યું હતું કે હવે અમે ઈલેકશન મોડમાં આવી ગયા છીએ. ટૂંક સમયમાં પ્રમુખ, મહામંત્રીઓ જિલ્લામાં પ્રવાસ શરૂ કરશે.






કારોબારી બેઠકમાં કેંદ્ર સરકારની સાત વર્ષની કામગીરી પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો હતો.પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 43 કરોડ ચાર લાખ ખાતા ખોલવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ખાતાઓમાં એક લાખ 46 હજાર 230 કરોડ રૂપિયા જમા છે.






મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોનાની સ્થિતિમાં સરકારે કરેલી કામગીરી ગણાવી હતી. રૂપાણીએ કહ્યુ કે, આપત્તિમાં પણ આપણે અવસર જેવુ કામ કર્યું છે. કોરોના કાળમાં આપણે ભાગ્યા નથી, આપણે લોકોની સાથે રહ્યા છીએ. ગુજરાત કૉંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી પર પ્રહાર કરતા રૂપાણીએ કહ્યું કે, કૉંગ્રેસની સ્થિતિ ખરાબ છે એટલે રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરને શોધે છે, પણ  ભાજપનો એક એક કાર્યકર પ્રશાંત કિશોર છે.






દરમિયાન સીઆર પાટીલે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતા ભાજપના નેતાઓને ટકોર કરી હતી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. પાટીલે કહ્યું કે, ગુજરાત ભાજપના નેતાઓને 10 હજાર ટેબલેટ આપવામાં આવશે. પ્રથમ વખત કારોબારી પેપરલેસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હવે અમે ઇલેકશન મોડ મા આવી ગયા છીએ. ચૂંટણી જીતવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે. એક વર્ષથી પાર્ટીએ નક્કી કર્યું છે કે સહકારી ક્ષેત્રની તમામ ચૂંટણીઓ આપડે લડીશું. પાટીલે પેજ નેતાઓને પેજ કમિટી અને પેજ પ્રમુખો સહિત સક્રિય સભ્યોને સક્રિય કરવા સંદેશ આપ્યો હતો. પાટીલે કહ્યું કે વડાપ્રધાન મોદીના જન્મદિવસે 71 હજાર વૃક્ષો વાવવામાં આવશે