ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) ભારત માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. ભારતે આજે એક પણ મેડલ જીત્યો નહોતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે.


ટોક્યો પેરાલિમ્પિકના 10મા દિવસની શરૂઆત ભારત બેડમિન્ટન સાથે કરશે. જેમાં મહિલા ડબલ્સની જોડી પલક કોહલી અને પારુલ પરમાર ફ્રેન્ચ જોડી લેનાઈગ મોરિન અને ફોસ્ટીન નોએલનો મુકાબલો રમશે. ભારતીય મહિલા જોડીને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે આ મેચમાં જીત મેળવવી જરૂરી છે.


બીજી તરફ એથ્લેટિક્સમાં 18 વર્ષીય પ્રવીણ કુમાર પુરુષોની હાઇ જમ્પ T64 ફાઇનલમાં ભાગ લેશે. પ્રવીણનું વ્યક્તિગત શ્રેષ્ઠ 2.05 મીટર છે. પ્રવીણ ટોચના ત્રણ સ્પર્ધકોમાં સામેલ છે. પ્રવીણ પાસે ભારતને મેડલની આશા છે.


શૂટિંગમાં મેન્સ 50મીટર રાઇફલ 3 પોઝિશન્સ એસએચ1માં ક્વોલિફિકેશનમાં એ લેખારા અને દીપક મેચ રમશે. સ્વિમિંગમાં મેન્સ 50 મીટર બટરફ્લાય એસ7માં એસ.એન જાધવ રમશે. તે સિવાય આર્ચરીમાં Men's recurveમાં 1/16 એલિમેશન રાઉન્ડમાં ભારતના એચ.સિંઘ ઇટાલીના ખેલાડી સામે રમશે. એથલિટિક્સ વુમન્સ ક્લબ થ્રો એફ51ની ફાઇનલમાં કે.લેકરા રમશે.


ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે 34મા નંબર પર છે.  મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 77 ગોલ્ડ, 46 સિલ્વર અને 44 બ્રોન્ઝ મેડલ સાથે 167 મેડલ જીત્યા છે. બીજા નંબર પર ગ્રેટ બ્રિટન રહ્યું હતું જેણે 34 ગોલ્ડ મેડલ, 27 સિલ્વર મેડલ અને 35 બ્રોન્ઝ મેડલ સાથે 96 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર રશિયન ઓલિમ્પિક કમિટી રહી હતી જેણે 32 ગોલ્ડ મેડલ, 23 સિલ્વર મેડલ અને 42 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.