Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણમાં સુરત સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ શરૂ થયુ છે. સુરતમાં આજે 10 ઇંચથી વધુ પડેલા વરસાદે વિનાશ નોતર્યો છે. ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, અને હવે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. રથયાત્રામાં પણ વરસાદી માહોલ રહેશે. 

Continues below advertisement


હાલમાં સુરત જિલ્લામાં જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાંપટા પડી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલૉનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સર્જાતા, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જામે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે, આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. આજે 23 જૂનના રોજ અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજૂ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 
24 જૂને મંગળવારે, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારેની સાથે યલો એલર્ટ છે.


25 અને 26મી જૂને અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.


27 જૂને 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મોટા ભાગે રથયાત્રા દરમિયાન અમિછાંટણા થતા હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.


હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. 21 જૂને ગુજરાતના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં આગામી 5 દિવસ સુધી દરિયામાં ઊંચી લહેરો અને તોફાની પવનો ચાલી શકે છે. માછીમારોને ગુજરાત, કોંકણ, ઓડિશા, આંધ્ર, અંડમાન નિકોબાર અને તમિલનાડુ તટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. 25-29 જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.