ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જોકે ગુજરાત સરકારે ધીમે ધીમે દરેક વસ્તુમાં છૂટછાટ આપી હતી. ત્યારે ગુજરાતનું પ્રખ્યાત શામળાજી મંદિર આવતીકાલથી ખુલશે પણ ભક્તો માટે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. અઢી મહિના બાદ શામળાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવી રહી રહ્યું છે જોકે ભક્તોએ નિયમોનું પાલન કરવું પડશે.


પ્રખ્યાત શામળાજી મંદિર આવતી કાલથી ભક્તો માટે ખોલવામાં આવશે. જોકે ભક્તો માટે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. ભગવાન શામળિયાના ભક્તો હવે દર્શન કરી શકશે. મંદિરના દરવાજાઓને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ભકતો માટે કુંડાળા કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો ઉભા રહેશે.

મહત્વની વાત એ છે કે, મંદિરના મુખ્ય દરવાજાથી ભક્તોને સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. જોકે મંદિરમાં આરતી સમયે ભક્તો હાજર રહી શકશે નહીં. મંદિરમાં દંડવત પ્રણામ કે સ્પર્શ કરી શકાશે નહીં. મંદિરમાં શ્રીફળ અને પ્રસાદી પણ લઈ જઈ શકાશે નહીં. કોરોના મામલે કડક નિયમો સાથે ભગવાનના દર્શન કરી શકાશે.