Banas Dairy:  એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની મુદ્દત માટે ચેરમેન તરીકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજાઈ હતી.


બનાસ ડેરીનું કેટલું છે ટર્ન ઓવર


બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધારે છે.  દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે. બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથીભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન છે. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.


ગલબાભાઈ પટેલે ગામડાંઓના ખેડૂતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચુ લાવવા પ્રયાસ કર્યા હતા. તેઓએ ખેડા જિલ્લાનાં દૂધ સહકારી માળખા અમૂલ પેટર્ન આધારિત સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં કર્યું હતું. તેઓએ કઠોર પરિશ્રમ કરી જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામમાં દૂધ સહકારી મંડળીઓ શરૂ કરી તેમનું દૂધ એકત્રિત કરી 1966થી દૂધસાગર ડેરી,મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ 1969માં થઇ હતી. જેને આપણે બનાસ ડેરી તરીકે ઓળખીયે છીએ.



રાજકોટમાં મોડી રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીએ યોજ્યો વીઆઈપી દરબાર


બાગેશ્વરધામના પીઠાધીશ્વર હાલ ગુજરાત મુલાકાતે છે. હાલ તેમનો રાજકોટમાં મુકામ છે. ગઈકાલે બાબાએ કહ્યું હતું કે વીઆઈપી દરબાર નહીં યોજાય. તેમ છતાં મોડી રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયો ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રેસકોર્ષનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે દરબાર યોજાયો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. વિજય રૂપાણી સહિત ભાજપના અનેક નેતાઓ બાગેશ્વરધામના શરણે પહોંચ્યા છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લ પણ વિજય રૂપાણી સાથે જોવા મળ્યા હતા.