ડીસાઃ બનાસકાંઠાના ડીસાના જાણીતા સી.એ.ની પત્નીનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયાની ઘટનામાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો છે. આ ઘટનામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતે જ મિત્ર સાથે મળીને ષડ્યંત્ર રચી અકસ્માત કર્યો હોવાનો ખુલાસો થયો છે. સી.એ.એ પગપાળા દર્શન કરવા નિકળી મિત્રની ગાડીથી અકસ્માત સર્જ્યો હતો અને પત્નિની હત્યા કરી હતી. સીએએ આ હત્યાની  કબૂલાત કરી છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર અને ચાલક ફરાર છે.  સીએએ મિત્રને રૂપિયા આપી પત્નિને અકસ્માતમાં મારવા કારસો રચ્યો હતો. ભીલડી પોલીસે CAની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસાના જાણીતા સી.એ. લલિત ટાંક અને તેમની પત્ની દક્ષાબેન વહેલી સવારે લાખણી પાસે ગેળા હનુમાનજીના દર્શન કરવા માટે ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન કાપરા ગામ પાસે અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા દક્ષાબેન પડી ગયાં હતાં  અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સી.એ. લલિતભાઈનો આબાદ બચાવ થયો હતો.



માત્ર 33 વર્ષની નાની ઉંમરે અકાળે દક્ષાબેનનું મોત થતાં સૌ આઘાત પામી ગયાં હતાં. આ ઘટનામાં બચી ગયેલા સી.એ.ને જરાય ઈજા નહોતી થઈ નકે તેમને કાર વિશે ખબર નહોતી તેથી પોલીસને આ વાતમાં શંકા લાગતા તેમણે તપાસ કરતાં  સી.એ. લલિતભાઈએ જ હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું હતું. પોતાના પર શંકા ના જાય એટલે  સી.એ. લલિતભાઈએ પોતાની પત્નીના મોત બાદ કોઈકના આંખોમાં વસીને જીવતી રહે તે હેતુથી ચક્ષુદાન પણ કર્યું હતું.