Corona kappa variant:ગુજરાતમાં પહેલી વખત કોરોનાના કપ્પા વેરિયન્ટના 6 કેસ સામે આવ્યાં છે. જાણી રાજ્યના કયાં કયાં જિલ્લામાં કપ્પા વેરિયન્ટના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં પહેલી વખત કોરોનાના કપ્પા વેરિયન્ટના 6 કેસ નોંધાયા છે. શનિવારે રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે તેની જાણકારી આપી છે. ગુજરાતમાં ત્રણ કેસ જામનગર, બે કેસ પંચમહાલ જિલ્લાના ગોધરામાં અને એક કેસ મહેસાણામાં નોંધાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મે મહિનામાં ન્યુ મ્યૂટન્ટને ‘કપ્પા’નું નામ આપ્યું હતું.
વિભાગે જણાવ્યું કે આ વર્ષે માર્ચ અને જૂનની વચ્ચે કોવિડ-19 સંક્રમિત આ રોગી નમૂનાની જીનોમ સિક્વેન્સિંગથી જાણી શકાયુ છે કે, આ વેરિયન્ટ સંક્રમિત છે. ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદ(ICMR)ના મુજબ કપ્પા વેરિયન્ટ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે નહિ કે વેરિયન્ટ ઓફ કન્સર્ન.
કપ્પાના કેસ મળતા સ્વાસ્થ્ય વિભાગ સજાગ
ગુજરાતમાં પહેલી વખત 6 કપ્પા વેરિયન્ટના કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ સજાગ થયું છે અને આ 6 દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરી છે. જો કે હજુ સુધી સંપર્કમાં આવેલા લોકોમાં કોઇમાં લક્ષણો નથી દેખાયા. જે વિસ્તારમાં કેસ નોંધાયા છે એ વિસ્તાર પર પણ સ્વાસ્થય વિભાગ નજર રાખી રહ્યું છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 8,24,683 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 8,14,265 દર્દી રિકવર થઇ ચૂક્યાં છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 342 છે. તો સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,097 નવા કેસ સામે આવ્યાં છે. તો 546 કોરોના સંક્રમિતોએ જિંદગી ગુમાવી છે. શુક્રવારે જાહેર થયેલા આંકડા પર નજર કરીએ તો 35,342 નવા કેસ સામે આવ્યાં છે. સતત બે દિવસમાં કોરોના સંક્રમિતના 40 હજારથી ઓછો કેસ સામે આવ્યાં છે.