ગાંધીનગર: રાજ્યમાં આગામી 24 કલાક હળવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ પડશે. અત્યાર સુધીમાં રાજયમાં સિઝનનો 89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કોસ્ટલ વિસ્તારમાં પણ માછીમારોને કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું.

હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજયના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે જ બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા અને મહીસાગરમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આાગહી કરવામા આવી છે.

આજે દિવસભરના વિરામ બાદ અમરેલી અને લાઠી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલીના જિલ્લાના રાજુલા, પીપાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી ફરી વળ્યા હતા.