કચ્છઃ કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની વિજેતા રેલી દરમિયાન 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લાગ્યા હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કથિત વિડિયોમાં દેખાય છે કે, રેલીમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લાગ્યા છે. આ કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


આ વીડિયો અંજારનો હોવાનો દાવો થઈ રહ્યો છે. દુધઈના મહિલા સરપંચ જીત્યા તેના વિજય સરઘસમાં તેમના વિરોધીઓએ પાકિસ્તાન ઝિંદાબાદ નારા લગાવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. અંજાર પોલીસે આ કથિત વીડિયોને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


ગુજરાતની આ ગ્રામ પંચાયતમાં યુવતીએ 3258 મતની જંગી સરસાઈઝી જીતીને બનાવ્યો રેકોર્ડ, જાણો વિગત


કચ્છઃ ગુજરાતમાં સાડા આઠ હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું.  મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ તેમાં કચ્છની નખત્રણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રિદ્ધિબેન વાઘેલાની જીત થઈ છે.


સરપંચપદના ઉમેદવાર રિદ્ધિબેન વાઘેલા કચ્છની સૌથી મોટી નખત્રાણા ગ્રામપંચાયતમાં ઐતિહાસિક જીત મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. સરપંચપદની ચૂંટણીમાં રિદ્ધિબેન વાઘેલાએ 3258 મતની જંગી સરસાઈથી જીત મેળવી હતી. આટલી જંગી સરસાઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ સારી ગણાય એટલી મોટી છે.


મોડી રાત્રી સુધી ચાલું રહેલી મતગણતરીના અંતે રિદ્ધિબેન વાઘેલાએ 3258 મતની જંગી સરસાઈથી જીતેલા જાહેર કરાતાં મોડી રાત્રે નખત્રાણામાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. 


સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સાડા આઠ હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના સભ્ય પદે ગોમતીબેન નથુભાઈ ચાવડા જેઓ ની ઉંમર 95 વર્ષની હોવા છતાં  પંચાયતની સરપંચની  ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી.


ગોમતીબેન મત ગણતરીના દિવસે પીપળા ગામના સરપંચ પદ ઉપર વિજેતા થયા હતા. ગોમતીબેનને 50 મતે વિજેતા ડિકલેર કરવામાં આવ્યા હતા. આ ઉંમરે ગોમતીબેન ઉમેદવારી નોંધાવીને વિજેતા બનતા લોકો ગોમતીબેનને મળવા ઉમટી પડ્યા હતા.