Dam Alert: ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.  પહેલા રાઉન્ડ બાદ વરસાદના બીજા રાઉન્ડમાં પણ ધોધમાર વરસાદ વરસતા રાજ્યમાં 47.63% વરસાદ વરસ્યો છે. જાણીએ વરસાદના કારણે ડેમની શું સ્થિતિ છે.


રાજયમાં અત્યાર સુધીમાં સિઝનનો 47.63 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં  4 તાલુકા એવા છે જ્યાં વરસ્યો 40 ઈંચથી વધુ વરસાદ થયો છે.  59 તાલુકામાં  20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. 131 તાલુકા એવા છે જ્યાં વરસ્યો 10થી 20 ઈંચ વરસાદ  થયો છે. 53 તાલુકા એવા છે જ્યાં  પાંચથી દસ ઈંચ વરસાદ વરસ્યો છે.


ક્યાં ઝોનમાં કેટલું મોત



  • કચ્છમાં સિઝનનો સૌથી વધુ 112.07 ટકા વરસાદ

  • સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો 65.47 ટકા વરસાદ

  • ઉ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 50.70 ટકા વરસાદ

  • મ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 34.83 ટકા વરસાદ


કેલિયા ડેમમાં હાલ 441 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી  66.77 મીટર પર પહોંચી છે. નવસારીના ચીખલીમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. બે ઈંચ વરસાદથી કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઇ છે. કાવેદી નદીમાં પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.  કાવેરી નદી પર બનાવેલ ચેકડેમ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. કેલિયા ડેમ ઓવરપ્લો થવાનું લેવલ 113.40 મીટરે પહોંચતા તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે.


ઉકાઈ ડેમમાં 17 હજાર 178 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેથી ઉકાઈ ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડાયું હતું હાલ ઉકાઈ ડેમની હાલની જળસપાટી 309.40 ફુટ પર પહોંચી છે.


જળાશયો છલોછલ


સરદાર સરોવર ડેમ


જળસંગ્રહઃ58.90 ટકા


ઝોનઃ ઉત્તર ગુજરાત


જળાશયઃ15


જળસંગ્રહઃ58.71 ટકા


ઝોનઃમધ્ય ગુજરાત


જળાશયઃ17


જળસંગ્રહઃ32.03 ટકા


ઝોનઃદક્ષિણ ગુજરાત


જળાશયઃ13


જળસંગ્રહઃ35.83 ટકા


ઝોનઃકચ્છ


જળાશયઃ20


જળસંગ્રહઃ64.10 ટકા


ઝોનઃસૌરાષ્ટ્ર


જળાશયઃ141


જળસંગ્રહઃ60.18 ટકા


દિલ્હીમાં યમુનાએ ખતરાની સપાટી વટાવી


દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. મંગળવારે સવારે 8 વાગ્યે જૂના રેલવે બ્રિજ પર નદીનું જળસ્તર 207.25 મીટર નોંધાયું હતું. યમુનાનું સૌથી વધુ પૂરનું સ્તર 207.49 મીટરની નજીક છે. યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ ઘરો ખાલી કરીને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે.


પૂર અને વરસાદની ચેતવણી


ઓરેન્જ એલર્ટ



  • ઉત્તરાખંડ

  • ઉત્તર પ્રદેશ

  • પૂર્વ ભારતમાં એક રાજ્ય

  • પશ્ચિમ મધ્ય પ્રદેશ

  • આસામ

  • મેઘાલય

  • અરુણાચલ પ્રદેશ

  • ઉત્તર બંગાળ, સિક્કિમ