Gujarat Rain: દેશના વિવિધ રાજ્યોમાં સતત પડી રહેલો વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. હિમાચલમાં મૃત્યુઆંક 31 અને ઉત્તર ભારતમાં 20 પર પહોંચી ગયો છે. દરમિયાન, બચાવ કામગીરી પણ ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનના સમાચાર છે ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા ખેડા મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ભરૂચ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં નોંધાયો વરસાદ 


છેલ્લા 24 કલાકમાં ભાવનગરના શિહોરમાં સવા પાંચ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં ત્રણ ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણા, કામરેજમાં અઢી ઈંચ વરસાદ 


છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ 


બારડોલી, વ્યારામાં નોંધાયો અઢી અઢી ઈંચ વરસાદ 


ઉચ્છલ, સોનગઢ, માંડવીમાં સવા બે ઈંચ વરસાદ 


ઓલપાડ, જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 


ખાનપુર, ઉમરગામ, ચોર્યાસીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 


નસવાડી, સુરત શહેરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 


જલાલપોર, કુકરમુંડા, નવસારીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ 


વલસાડ, ભરૂચ, સુબીરમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ 


વાપી, તળાજા, મહુવા, પારડીમાં પોણો પોણો ઈંચ વરસાદ 


સુત્રાપાડા, છોટા ઉદેપુર, નેત્રંગ, આહવામાં અડધો અડધો ઈંચ વરસાદ 


મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લાના વીરપુર તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં સાત કાચા મકાનો ધરાશાયી થયા હતા. જોકે મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.





Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial