આણંદ: અમેરિકામાં વઘુ એક ગુજરાતી યુવાનની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદ જિલ્લાના સોજીત્રાના પ્રેયસ દેવાભાઈ પટેલની અમેરિકામાં લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. બુધવારની સાંજે સ્ટોરની અંદર માલિક અને એક કર્મચારીને ગોળી મારવામાં આવી હતી.હાલમાં પોલીસ ડબલ હત્યાની તપાસ કરી રહી છે. તો બીજી તરફ આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોકની લાગણી જોવા મળી છે. વારંવાર ગુજરાતી વેપારીઓને અમેરિકામાં ટાર્ગેટ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અમેરિકાના વર્જિનિયામાં આ હત્યાનો બનાવ બન્યો છે. ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે આણંદના યુવકની હત્યા કરવામાં આવી છે. યુવકની પોઇન્ટ બ્લૅકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક વિદ્યાનગર ભાજપ શહેર સંગઠન પ્રમુખ તેજસ પટેલનો ભાઈ હોવાની વાત સામે આવી છે. હાલમાં મૃતક યુવકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે. પ્રેયસ પટેલ અમેરિકામાં પીટરના નામે ઓળખાતા હતા.
દેશના અનેક રાજ્યમાં અગ્નિપથ યોજનાનો વિરોધ, સિકંદરાબાદમાં એક યુવકનું મોત
Agnipath Scheme: સેનામાં ભરતી પ્રક્રિયામાં થયેલા ફેરફારોને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. દેશના જુદા જુદા ભાગોમાં દેખાવકારો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તેલંગાણાના સિકંદરાબાદમાં 'અગ્નિપથ'ના વિરોધ દરમિયાન એક યુવકનું મોત થયું છે. તો બીજી તરફ, 13 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
વાસ્તવમાં બિહારથી શરૂ થયેલો આ વિરોધ દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે. આજે સવારે જ મોટી સંખ્યામાં યુવા પ્રદર્શનકારીઓ સિકંદરાબાદના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ટોળાએ ટ્રેનમાં તોડફોડ કરી હતી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી. આંદોલનકારીઓએ પથ્થરમારો પણ શરૂ કર્યો હચો, જેને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો.
લખીસરાય રેલવે સ્ટેશન પર તોડફોડ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, સરકારના નિર્ણયના વિરોધમાં ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે સવારે આંદોલનકારીઓએ બિહારના સમસ્તીપુર અને લખીસરાય રેલવે સ્ટેશન પર પણ તોડફોડ કરી હતી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી. અનેક એસી કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. સાથે જ રેલવે ટ્રેક પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. તોડફોડના કારણે ઘણી રેલ્વે ટ્રેનો પ્રભાવિત થઈ છે.