જૂનાગઢઃ જૂનાગઢના ચોરવાડમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. ચોરવાડ નગર પાલિકાની ચુંટણીમાં ફરી વખત મહિલા પ્રમુખ ચૂંટાયા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા બીજી વખત પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ પુંજાભાઈ પંડિતની વરણી થઈ છે.
કોંગ્રેસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું છે. ભાજપે તોડજોડની અનેક કોશિશ કરી પરંતુ કારી ના ફાવી. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના માદરે વતન ચોરવાડ નગરપાલિકામાં કોગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે. ચોરવાડ ખાતે નગરપાલિકાના પ્રમુખ -ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતા ચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રમુખ તરીકે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાની બિનહરીફ વરણી થઈ તેમજ ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ પુંજાભાઈ પંડિતની પણ બિનહરીફ વરણી થયેલ છે.
ચોરવાડ નગરપાલિકામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના નેતૃત્વ હેઠળ ઘણા વિકાસના કામો થયેલ છે, ત્યારે ફરીથી સભ્યોએ જલ્પાબેન ચુડાસમાને બિનહરીફ વરણી કરી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે.
ગુજરાતના કયા ધારાસભ્યના પત્ની બન્યા પાલિકા પ્રમુખ? જાણો કઈ પાલિકાના પ્રમુખ બન્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2020 01:04 PM (IST)
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા બીજી વખત પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ પુંજાભાઈ પંડિતની વરણી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -