નર્મદા: ગુજરાતની જીવા દોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે.


નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. વરસાદ ઉપરાંત ઓમકારેશ્વર ડેમમાંથી બે લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ 65.63 ટકા ભરાયો છે. હાલ નર્મદાની સપાટી 126.89 મીટરે પહોંચી છે. દર કલાકે જળ સપાટી 10 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં 1 કલાકમાં જળસપાટીમાં 10 સેમીનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 126.89 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

રાજ્યના 205 જળાશયો પૈકી 108 જળાશયો હાઈ એલર્ટ પર, 14 જળાશયો એલર્ટ પર અને 17 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 68 છે. રાજ્યમાં કુલ 44 નદીઓ અને 41 મોટા તળાવ ઓવરફલો થયા છે.