ભક્તો સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહ્યા છે, વરૂણદેવે મંદિર ખુલતા પોતાના મંદિર પર વરસાદ રૂપે અભિષેક કરેલો હતો, જેથી મંદિર પરિસર ખુબ રમણીય ભાસી રહેલ હતું. તેમજ ભક્તો પણ શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.
સોમનાથ મંદિરમાં 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને મંદિરમા પ્રવેશ આપવામાં નહી આવે. સોમનાથ મંદિરમાં દર્શ દરમિયાન દર્શનાર્થી દંડવ્રત પ્રણામ કે ઘંટ નહી વગાડી શકે.
મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર્શનાર્થીઓ ગંગાજળ, બીલીપત્રો કે ફૂલો મંદિરમા નહી લઇ જઈ શકે. એક કલાકમા 300 લોકો સોમનાથ મંદિરમા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને મંદિર રેલીંગ સહીત કોઇ વસ્તુ ન અડે તેવુ પણ સુચન કરવામાં આવ્યું છે. મંદિર પ્રવેશ પૂર્વે સેનેટાઇઝર માસ્ક અને ડીસ્ટન્સનું ફરજિયાત પાલન કરવાનુ રહેશે.