નવી દિલ્લી: શનિવારે દિલ્લીમાં પ્રધાનમંત્રીના નિવાસ્થાને 7 રેસકોસ રોડ પર  નરેંદ્ર મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ સૂચન કર્યુ કે સોમનાથની આસપાસ ખોદકામ કરી ઐતિહાસિક કડીઓ શોધી કાઢવી જોઈએ. સાથે જ હાઈટેક ટેકનોલોજીથી સજ્જ દરિયાઈ આકર્ષણો પણ ઊભાં કરવાં જોઈએ.

બેઠકમાં સોમનાથના પૌરાણિક સ્થાપત્ય અને યાત્રાધામ તરીકે વિકસાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સ્થળને ટુરીસ્ટ સ્થળ તરીકે પણ વિકસાવાશે. તો સોમનાથમાં સીસીટીવી નેટવર્ક પણ વિકસાવાશે. સાથે જ કેંદ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 6 કિલો સોનું મુકવાનો પણ નિર્ણય લેવાયો છે. આ મીટીંગમાં નાદુરસ્ત તબિયતના કારણે કેશુભાઈ ગેરહાજર રહ્યા. જ્યારે ટ્રસ્ટી તરીકે પ્રથમવાર મીટીંગમાં હાજર રહેલા અમિત શાહને આવકારાયા હતા.