દાહોદ: હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે. દાહોદ જેકોટ નજીક આ ઘટના બની હતી. જેકોટ હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. બાઇક પર સવાર પિતા પુત્રમાથી પુત્રનું મોત થયું છે જ્યારે પિતા સારવાર હેઠળ છે. 108ની મદદથી પિતાને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પુત્રના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે.


ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ, કરોડો રૂપિયાનો છે મામલો


CBI Raids in Gujarat: ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. વડોદરા, ડીસા, અને ગાંધીધામમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ચાર કંપની સંચાલકોના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે.  તેમાં સરકારને 52.80 કરોડનો ચૂનો ચોપડવાનો ગુનો નોંધાયો છે. કેસ કુસુમ ટ્રેડર્સ,  શરદ એગ્રો ટ્રેડર, મેસર્સ જય ભવાની ઓનલાઇન ટ્રાન્સપોર્ટ તથા મેસર્સ સ્વસ્તિક કૉટિંગ સર્વિસિસના માલિકો પર સીબીઆઇએ સકંજો કસ્યો છે. કૌભાંડ ઢાંકવા માટે ડીલરો દ્વારા ઔદ્યોગિક મીઠાની બનાવટી ખરીદી કરી તે અન્ય રીતે દર્શાવાયો હતો. હાલમાં ખાનગી કંપનીના ડાયરેક્ટર અને પ્રમોટર સહિત 15 આરોપીઓ વિરુદ્ધ કેસ  નોંધાયો છે.


વડોદરાના કુસુમ ટ્રેડર્ષ ના નીતિન શાહ સામે થઈ રહી છે કાર્યવાહી
15 જૂન ના રોજ ગુજરાત રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ ખાનગી કંપનીઓને તેના ડિરેક્ટરો, માલિકો, ભાગીદારો અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ સરકારને 52.80 કરોડનું નુકસાન પહોંચાડવાનો સીબીઆઈમાં ગુનો નોંધાયો છે. આ અગાઉ સીબીઆઈ દ્વારા તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રતિબંધિત વસ્તુ કે જે ભારત સરકારની પૂર્વ પરવાનગી સાથે જ નિકાસ કરી શકાય છે વિદેશમાં વેચાયેલ ફેલ્ડસ્પર પાવડરની આડમાં નિકાસ કરવામાં આવી હતી. ટ્રાન્જેક્શન કરો ઢાંકવા માટે ડીલરો દ્વારા ઔદ્યોગિક મીઠાની બનાવતી ખરીદી કથિત રીતે દર્શાવાઈ હતી. આરોપીઓએ 2007થી 2009 ના સમયગાળા દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ અને મેસર્સ ઇન્ડિયન ફોટા લિમિટેડ વગેરેના અજાણ્યા અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે મળી યંત્રમાં 24003 મેટ્રિક ટનની ખરીદી અને નિકાસ કરવામાં કપટપૂર્વક મદદ કરી હતી


ડીસામાં શરદ કક્કડને ત્યાં CBIની તપાસ


શરદ એગ્રો સેન્ટરના માલિક છે શરદ કક્કડને ત્યા પણ સીબીઆઈએ કાર્યવાહી કરી છે. પોટાશની ગેરકાયદેસર નિકાસનો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ઔદ્યોગિક મીઠાના નામે પોટાશની નિકાસ કરવામાં આવતી હતી. CBIએ 15 શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને પ.બંગાળમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. નોંધનિય છે કે, પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી લેવી જરૂરી છે. 52.8 કરોડ રૂપિયાની સબસિડીની ઠગાઇ કરવામાં આવી હતી. એક્સાઇઝના અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે.