ગાંધીનગર: 2017માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધીની સાથે સોનિયા ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવશે. આદિવાસીઓના અધિકારોના મુદ્દે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા 20થી 25 ઓક્ટોબરની વચ્ચે નિકાળવામાં આવશે. પવિત્ર યાત્રાધામ અંબાજીથી નિકળનારી આ યાત્રાનો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રારંભ કરાવશે. જ્યારે યાત્રાના સમાપન સમારોહમાં સોનિયા ગાંધી હાજર રહેશે. કોંગ્રેસની આ યાત્રા 38 વિધાનસભાના મત વિસ્તારોમાં ફરશે.