સૌરાષ્ટ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સાપ્તાહિક સ્પેશિય ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગરના મહુવા અને સુરત વચ્ચે સપ્તાહમાં બે દિવસ વિશેષ ટ્રેન દોડશે. મહુવાથી દર ગુરૂવારે અને શનિવારે બપોરે ટ્રેન ઉપડશે. આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે આજથી  ટિકિટ બુકિંગ શરૂ થયું ગયું છે. આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે.


દિવાળીના તહેવારોમાં 8 જોડી સાપ્તાહિક ટ્રેનના 144 ફેરામાં દોડાવાશે

સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના પટ્ટામાં સૌથી વધુ પરપ્રાંતીય કારીગરો સ્થાયી થયા હોવાથી, ખાસ કરીને, દિવાળી પહેલાં વતન જવાનું આયોજન છતાં ટ્રેનોમાં સીટ મળતી નહીં હોવાની ફરિયાદ વર્ષો જૂની ફરિયાદને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લઈ શકે તે માટે 8 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં 6360 જેટલાં વધારાના કોચ જોતરવામાં આવ્યા છે.

રેલવેની રેગ્યુલર ટ્રેનોમાં દિવાળીના દિવસો દરમિયાન સૌથી વધુ ભીડ રહે છે અને તેથી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન દિવાળીથી વધારાની સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનું આયોજન થયું છે. મંગળવારને બાદ કરતાં અઠવાડિયાના તમામ દિવસોમાં આ ટ્રેનો જુદાં જુદાં સ્ટેશનોથી ઉપડશે. જેનો લાભ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉઠાવી શકશે.

દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડથી ૩ વધારાની સ્પેશિયલ ટ્રેનો છે, જેમાં વલસાડ-દાનાપુર, વલસાડ ભીવાની અને ઉધના-મેંગલોર ટ્રેનનો સમાવેશ થાય છે. તમામ વર્ગના પ્રવાસીઓ તહેવાર વિશેષ ટ્રેનોનો લાભ ઉઠાવી શકે તે માટે જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસીના કોચ સામેલ કરવામાં આવ્યાં છે.


વેરાવળ –સુરત સ્પેશિય ટ્રેન


ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સ્પેશિયલ વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 7 નવેમ્બર, 2023 થી 28 નવેમ્બર, 2023 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સ્પેશિયલ સુરતથી દર સોમવારે 19.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 6 નવેમ્બર, 2023 થી 27 નવેમ્બર, 2023 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ, સેકન્ડ સીટિંગ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.


ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ રાજકોટથી દર શુક્રવારે 12.50 કલાકે ઉપડશે અને રવિવારે 3.30 કલાકે બરૌની પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બર, 2023 થી 29 ડિસેમ્બર, 2023 સુધી ચાલશે. ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે બરૌનીથી 13.45 કલાકે ઉપડશે અને મંગળવારે 05.50 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બર, 2023 થી 31 ડિસેમ્બર, 2023 સુધી ચાલશે.ટ્રેન નંબર 09569, 09018 અને 09017 માટે બુકિંગ 5 નવેમ્બર, 2023થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે