ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી) દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. એસપીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ચૂંટણીમાં અમારો રોલ મહત્વનો રહેશે. સત્તામાં પણ અમારા લોકો હશે. અમે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધામાંથી લડીશું. વિધાનસભા ચૂંટણી પહેલા SPG સક્રિય થઈ ગઈ છે. આજથી ગુજરાતભરમાં SPG આશીર્વાદ યાત્રા કરવાની શરૂઆત કરી છે. ઉત્તર ગુજરાતથી SPGની યાત્રાની શરૂઆત થઈ છે. એસપીજીના પ્રવક્તા પૂર્વીન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 


પાટીદાર સંસ્થા SPGમાં નવી નિમણૂક સાથે બે ભાગલા પડ્યા હોવાની સ્થિતિ સપાટીએ જોવા મળી. બે સપ્તાહ અગાઉ SPG ના પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલે નવી નિમણૂકો બાબતે નારાજગી વ્યક્ત કરેલ હતી, તેની સામે પૂર્વીન પટેલે પણ SPG માં સબ સલામત હોવાનો દાવો કર્યો હતો.


કલોલથી ઊંઝા સુધી નીકળેલી આ યાત્રામાં લાલજી પટેલ કે પૂર્વીન પટેલ જોવા મળ્યા નોહોતા. ABP અસ્મિતા સાથેની વાતચીતમાં લાલજી પટેલે સ્વીકાર્યું કે આ પ્રકારની કોઈ યાત્રામાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું નથી. સાથે જ કોની અધ્યક્ષતામાં યાત્રા થઈ રહી છે તે અંગે પણ તેઓ અજાણ છે. SPG ના નવનિયુક્ત અધ્યક્ષ અશ્વિન પટેલે ABP અસ્મિતા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે પૂર્વીન પટેલ પારીવારીક કામના સંદર્ભે ગેરહાજર છે. પણ SPG માં કોઈ ભાગ પડ્યા નથી. આજની આ યાત્રાનું મહત્વ 21 હજાર જેટલા યુવાનોને SPG માં જોડવાનું છે અને કલોલ બાદ આગામી સમયમાં સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ આશિર્વાદ યાત્રા કાઢવામાં આવશે.


આજે 13મીથી આશીર્વાદ યાત્રા શરૂ થઈ છે. આગામી દિવસોમાં 21 હજાર મેમ્બરો જોડવામાં આવશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ યાત્રા કરવામાં આવશે. સુરતમાં પણ જઈશું. કલોલથી ઊંઝા યાત્રા આજે થઈ. એસપીજી ફરીથી સમાજ વચ્ચે જશે. ચૂંટણીમાં સક્રીય થવાનો હેતુ નથી. રાષ્ટ્રિય અધ્યક્ષ લાલજી પટેલના અમારા પર આશિવાદ છે જ. લાલજીભાઈ આવી શકે છે. નાના મોટા વિખવાદ છે પણ સમાધાન થયા નથી. લાલજી પટેલ વગર પણ આ યાત્રા નીકળશે.