હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે મુસાફરો માટે એસબી બસો બંધ કરી દેવામાં આવી હતી જોકે અનલોક 4માં ગુજરાત સરકારે ધીમે ધીમે તમામ છૂટ આપવાની શરૂ કરી છે ત્યારે હવે ગુજરાત એસટી નિગમે મહત્વનો નિર્ણય લીધો છે. એસટી નિગમે હવે ગામડાનાં રૂટો પર પણ બસો શરૂ કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાત એસટી નિગમે મહત્વનો એક નિર્ણય કર્યો છે જેમાં હવેથી ગામડાંના રૂટ પર બસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગામડાના રૂટ પર હવે એસટી બસોનું સંચાલન ચાલુ કરવામાં આવશે. સોમવારથી ગામડાંમાં એસટી બસો શરૂ થઈ જશે.

પરંતુ તેના માટે કોરોના ગાઈડલાઈન ફોલો કરવી પડશે જેમાં બસ કન્ડક્ટરને થર્મલ ગન આપવાનો નિર્ણય કર્યો છે. કન્ટક્ટર મુસાફરનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કર્યાં બાદ જ મુસાફરને બસમાં બેસવા દેશે.

હાલમાં સમગ્ર રાજ્યમાં એસટી બસોનું દરરોજની 23,500 ટ્રીપોનું સંચાલન ચાલી રહ્યું છે. જોકે હવે ગામડાનું સંચાલન શરૂ થતાં આ ટ્રીપો વધીને 32,000એ પહોંચી જશે. આમ નિગમ દ્વારા એસટી બસોનું 80થી 85 ટકા સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે.