અમરેલી: અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલીના ખાંભા અને ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાંભામાં કરા સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સતત બીજા દિવસે ભારે પવન સાથે ખાંભા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના દાઢયાળી, ચતુરી ગામમાં વરસાદ પડ્યો હતો. ઉનાળામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ઉનાળામાં કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. સતત બીજા દિવસે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારે પણ જિલ્લાના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.