ગુજરાતમાં ઇ-કાર માટે પહેલું ચાર્જિંગ સેન્ટર થઇ ગયું છે તૈયાર. નર્મદાના કેવડિયામાં પ્રથમ ઇ કાર માટેનું ચાર્જીંગ સેન્ટર ટાટા કંપની તરફથી બનાવવામાં આવ્યું છે. જ્યાં હવે ઇ કાર, ઇ રિક્ષાઓ સહિતના ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ થઈ શકશે. તો આગામી દિવસોમાં તમામ પ્રવાસન સ્પોટ ઉપર બેટરી સંચાલિત બસ, કાર અને રિક્ષા ફરતી થશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે ત્યારે કેવડિયા કોલોની વિસ્તારને પ્રથમ ઇ-કાર સિટી બનાવવાનો માર્ગ સરળ થઇ ગયો છે.


આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100 ટકા થતા 2 કલાકનો સમય લાગશે. જયારે આ ચાર્જિંગ નું પેમેન્ટ કેસલેશ હશે. વાહન ચાલકના મોબાઈલમાં ચાર્જિંગની એક એપ્લિકેશન હશે. જેમાંથી જ પેમેન્ટ ઓનલાઈન થઈ જશે. જેટલું ચાર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ કપાઈ જશે.


આગામી દિવસમાં સરકાર તરફથી વધુ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવાનું આયોજન છે. મહત્વનું છે કે, ગત છ જૂને પ્રધાન મંત્રીએ ઇ કાર સિટીની જાહેરાત કરી હતી. કેવડિયામાં હવે બેટરી સંચાલિત બસ, કાર અને રિક્ષા ફરતી થશે. પ્રવાસીઓને કેવડિયાથી સ્ટેચ્યુ જોવા ઇ કારમાં લઇ જવાશે.


પેટ્રોલ પૂરવામાં આવે એવું જ ઈ વેહિકલ ચાર્જ કરવાનું સ્ટેશન રેલવે સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપ સામે ઉભું કરાયું છે. ટાટા કંપની દ્વારા શરૂ કરાયેલા આ ઈ-કાર સ્ટેશનમાં એક જગ્યાએથી એક સાથે બે કારને ચાર્જ કરવામાં આવે છે. ઈ-કાર ચારજિંગનું ટેંસ્ટિંગ કરવામાં આવ્યું હતું.


અંદાજિત બે કલાકમાં 100% ચાર્જ થયેલી ઇલેક્ટ્રિક કાર અંદાજિત 300 કિલોમીટર સુધી ચાલી શકે છે, અને તેનું પેમેન્ટ કેસ લેશ એટલે કે ઓનલાઈન એપ દ્વારા ગ્રાહકોએ ચૂકવવાનું રહેશે.


આગામી દિવસોમાં આવા ચારજિંગ સ્ટેશન નવા ઊભા કરવામાં આવશે.હાલમાં કેવડીયા ખાતે ઇ-બસ, ઇ-સ્કૂટર, ઇ-રીક્ષા પણ લાવવામાં આવશે અને જેનું પાર્કીંગ પણ બની રહ્યું છે.આ સુવિધા શરૂ થયા પછી પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઈ-વેહિકલમાં લઈ જવામાં આવશે.