ગુજરાત સ્થાપના દિવસ પર રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કર્યો છે. રાજ્યના 9.38 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. આ મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2021ની અસરથી આપવામાં આવશે.


ગુજરાતના સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે આપી મોટી ભેટ આપી છે.  ભૂપેંદ્ર પટેલની સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. આ વધારો પહેલી જૂલાઈ 2021થી અમલી ગણાશે. જેથી કર્મચારીઓને દસ મહિનાનું એરિયર્સ બે હપ્તામાં ચુકવાશે.  પહેલો હપ્તો મે 2022 અને બીજો હપ્તો જૂન 2022ના ચુકવાશે. સરકારના આ નિર્ણયથી સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનરો મળી 9.38 લાખ લોકોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થાના વધારાના કારણે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1 હજાર 217 કરોડનો બોજો પડશે. 


આગ ઝરતી ગરમીથી શેકાયું ગુજરાત,  અમદાવાદ સહિત 6 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર


રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.    7 મેથી તાપમાન 45 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી છે.  આજે અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.  સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે.  એપ્રિલ મહિનામાં તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.  મે મહિનામાં ગરમીનો પારો હજુ વધવાની હવામાન વિભાગની આગાહી છે. 


હવામાન વિભાગે આજે પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. જોકે સોમવારથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી રાહત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પાંચ દિવસ સુધી ગરમી પારો ગગડીને 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  


રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  ત્યારે શનિવારે રાજ્યના છ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો હતો.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નથી.  જો કે ત્યારબાદના ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.  કાળઝાળ ગરમીની સંભાવનાને લઈને આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે.  તો આજે અમદાવાદ, પાટણ, સુરેંદ્રનગર, બોટાદ, ગાંધીનગર, ખેડામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.