ગાંધીનગર: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વધુ એક ભરતી જાહેર કરવામાં આવી છે. ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે.
પંચાયત સેવા વર્ગ-3 માં ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 26-03-2022થી તારીખ 10-05-2022 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિકો માટે અનામત જગ્યાની વિહતો તેમજ અન્ય વિગતવાર જોગવાઈ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ પર તેમજ મંડળની વેબસાઈટ પર અને ઓજસ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
એલઆરડી ભરતી: 20 ટકા વેઈટીંગ લિસ્ટ જાહેર કરવાની સરકારની જાહેરાત
LRD ઉમેદવારો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીની બેઠક પૂર્ણ થઈ છે. બેઠક પૂર્ણ થયા બાદ ગૃહમંત્રીએ મીડિયા સંબોધિત કરતા જણાવ્યું કે, વર્ષ 2018 એલઆરડીની ભરતીની વેઈટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જેમા 20 ટકા વેઈટીંગ લિસ્ટ રી ઓપન કરવાની જાહેરાત હર્ષ સંઘીએ કરી છે. આ પ્રસંગે તેમણે તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.
વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરાશે. તેમણે કહ્યું કે, આ નિર્ણયને પરિણામે યુવા ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તકની સાથે–સાથે જરૂરિયાત મુજબનું પોલીસ બળ રાજ્યમાં ઉપલબ્ધ થશે. આશાસ્પદ યુવાનો યુવતીઓને વધુ રોજગારીની સોનેરી તક મળે તે માટે 10 % ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરવા સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહતમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે. પોલીસ દળમાં વધારો થવાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુ્દ્રઢ બનશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. રાજ્યના વિવિધ વિભાગોમાં પારદર્શિરીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ યુવાઓ માટે વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો વધુ એક રોજગારી લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 % ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે.
હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, પ્રવર્તમાન રાજ્ય સરકાર નાગરિકોની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા સંકલ્પબધ્ધ છે. રાજ્ય સરકારે પોલીસતંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ, જેલ સિંપાઇ સંવર્ગની આશરે 10,000 જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો. વિશાળ પાયા પર હાથ ઘરેલ પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારોને નિમણૂક આપી દેવાઇ છે. જેના કારણે દસ હજાર ઘરોમાં આશાનો સૂર્યોદય ઉગ્યો છે અને સરકારને લાખો કરોડોની સંખ્યામાં આશિર્વાદ મળ્યા છે.