Gandhinagar: રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે વધુ એક કેબિનેટ બેઠક મળવાની છે. થોડાક દિવસો પહેલા રવિવારે કેબિનેટ બેઠક મળી હતી. આજની બેઠકને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. માહિતી પ્રમાણે, આજની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર પાક નુકસાની, કૃષિ, ખેડૂત અને ખાતરને લઇને ચર્ચા કરી શકે છે. ખાસ વાત છે કે, આજની બેઠકમાં પીએમ મોદીની ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમને લઇને પણ ચર્ચા થઇ શકે છે. 


ગુજરાત સરકારની આજે વધુ એક કેબિનેટ બેઠક મળવાની છે. મળતી માહિતી પ્રમાણે, આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. આજની બેઠકને લઇને ચર્ચાઓ જોર પકડ્યુ છે. આજે સવારે 10 વાગે મળનારી આ બેઠકમાં કેટલા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. જેમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમોને લઇને સમીક્ષા કરાશે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાત આવવાના છે. બેઠકમાં એકતા દિવસના કાર્યક્રમો અંગે ચર્ચા થઇ શકે છે. 


આ ઉપરાંત આજની કેબિનેટ બેઠકમાં ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિ બાદ બાકી સહાય સંદર્ભે સમીક્ષા થશે. કૃષિ વિભાગે સર્વે પૂર્ણ કર્યા બાદ સહાય સંદર્ભે ચર્ચા થશે. રાજ્યમાં યૂરીયા ખાતરની ઘટ સંદર્ભે પણ ચર્ચા થશે. દિવાળી પહેલા યોજાનારા કાર્યક્રમો બાબતે પણ ચર્ચા થશે. રાજ્યમાં વર્ગ 4ના કર્મચારીઓના દિવાળી બૉનસ પર પણ ચર્ચા થશે. વિકાસ સપ્તાહની ઉજવણીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. 


કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો


કચ્છના રાપરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી રાપરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, કચ્છના રાપરમાં  ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રાપરના મુખ્ય બજારોમાં નદીની માફક પાણી વહેતા થયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન તણાઇ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાપરમાં ખેડૂતોને નુકસાન થયું હતું. રાપર, ગાગોદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. રાપર શહેર સહિત તાલુકાના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાગોદર સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તો જિલ્લાના મુખ્ય મથક ભૂજ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. માધાપરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો ભચાઉ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં પણ  ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપી, પારડી, કપરાડા, ઉમરગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. અનેક સ્થળોએ ઝાડ અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા. ડાંગર સહિતના પાકને મોટું નુકસાન થયું હતું. ગાજવીજ અને વાવાઝોડા જેવા માહોલમાં વરસાદ વરસ્યો હતો. વાપી પારડી કપરાડા ઉમરગામ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઝાડ અને વીજળીના થાંભલા પડતા અનેક જગ્યાએ રસ્તાઓ પણ બંધ થયા હતા.


આ પણ વાંચો


Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરૂ, પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી બતાવીને અપાયો જંગલમાં પ્રવેશ