Gujarat Rain Forecast:ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે હજુ પણ 11 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. જો કે આસિસ્ટમ હવે આગળ વધી જતાં આ સિસ્ટમના કારણે આવતો વરસાદ ધીમે ધીમે ઓછો થઇ જશે.


હવામાન વિભાગે  આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી  મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 11 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ  વરસી શકે છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી જેમાં . રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે આ સ્થળો પર  હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  સુરત,નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.


ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો થયા તેની વાત કરીએ તો રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે  કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.


હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 163 ડેમ હાઈએલર્ટ, જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા 12 ડેમ વોર્નિંગ પર  છે.


તો બીજી તરફ ચેન્નાઈમાં આજે પણ મુશળધાર વરસાદનું ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને તિરૂવલ્લુર જિલ્લામાં સાર્વજનિક રજા જાહેર કરાઇ છે.  તો બેંગલુરૂ અને પુડુચેરીમાં પણ આજે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.  કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે  ચેતવણી જાહેર કરી છે.  તો તેલંગાણા, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં પણ આજે  ભારે વરસાદ  વરસી શકે છે.


આ પણ વાંચો


SCO Summit 2024: SCO સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર