Repubic day 2023 Live Update: 74માં પ્રજાસત્તાક પ્રજાસત્તાક પર્વની બોટાદમાં ઉજવણી, આ અવસરે બોટાદને મળી ભેટ

Repubic day 2023 Live Update: રાજ્યકક્ષાએ બોટાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે.  મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લાને વિશેષ ભેટ આપી હતી

gujarati.abplive.com Last Updated: 26 Jan 2023 09:59 AM

બ્રેકગ્રાઉન્ડ

Repubic day 2023 Live Update:રાજ્યકક્ષાએ બોટાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે.  મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદ જિલ્લાને વિશેષ ભેટ આપી હતી. 74માં...More

Republic day 2023 Live Update: 74 માં પ્રજાસતાક પર્વની ઉજવણીના અવસરે મધદરિયે ફકાવ્યો તિરંગો

Republic day 2023 Live Updateઆજે દેશ  74 માં પ્રજાસતાક પર્વની  ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ગાંધીની જન્મભૂમિ  પોરબંદરમાં સમુદ્રમાં રાષ્ટ્રધ્વજ લ્હેરાવી ને પ્રજાસ્તાકદીન ની અનોખી ઉજવણી કરવામા આવી હતી. પોરબંદર માં શ્રીરામ સી સ્વિગ કલબ દ્રારા  છેલ્લા 25 વર્ષથી સ્વતંત્ર દિન અને પ્રજાસતાક પર્વના દિવસની સમુદ્રમાં ધ્વજ ફરકાવીને ઉજવણી કરાઇ છે. આજે સવારે કડકડતી ઠંડી વચ્ચે ચોપાટી ખાતેના દરીયામાં ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ, શ્રીરામ સ્વિમિંગ કલબની યુવા ટીમ  દ્રારા દરીયા કિનારા થી 500 મીટર દુર દરીયામા જઈ અને રાષ્ટ્રધ્વજ લ્હેરાવી અને રાષ્ટ્ર  ગાન કરાયુ હતું.  દેશના યુવાનો સાહસિક  બને  અને લોકો એડવેન્ચર સ્પોર્ટનો લાભ લે તેવા હેતુસર વર્ષ માં 2 વખત સમુદ્રમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવે છે. આ અનોખા દ્વજવંદનને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમડ્યા હતા અને દ્વજને સલામી આપીને દ્વજવંદન કર્યુ હતું.