ગાંધીનગર: નર્મદાના જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દુનિયાની આઠમી અજાયબી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશ(SCO)ને તેને આઠમી અજાયબી જાહેર કરી છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કરીને માહિતી આપી હતી.


8 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકીનું એક બનતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટુરિઝમને ફાયદો થશે. શાંધાઈ કોઓપરેશન સભ્ય દેશમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રચાર કરશે.

વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરી કહ્યું, સભ્ય દેશોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે SCOના પ્રયાસોની પ્રશંસા કરી હતી. SCOના 8 અજાયબીઓ જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામેલ છે. ચોક્કસપણે એક પ્રેરણા તરીકે કામ કરશે.