આણંદ: આણંદ જિલ્લામાં રોડ પર નાળુ બનાવવાની માંગ સાથે બોરસદના ડભાસી પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે. પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ જબરદસ્ત અફરા-તફરી અને ઘર્ષણ સર્જાયું હતું.
બોરસદના ડભાસી હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. નવા બનતા હાઇવે ઉપર પ્રવેશ માટે ગરનાડુ નહીં મુકતા ગ્રામજનોએ ચક્કા જામ કર્યો હતો. વારંવારની રજુઆત છતાં પરિણામ નહીં આવતા આખરે ગ્રામજનો લડી લેવાના મૂડમાં છે.
બંને તરફે પથ્થરમારો થયો હતો, પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જોકે ગ્રામજનોએ લડી લેવાના મૂડમા છે. પોતાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી ગ્રામજનો અડગ છે.
આણંદના બોરસદ પાસે પોલીસ પર પથ્થરમારો, જાણો વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2021 04:13 PM (IST)
આણંદ જિલ્લામાં રોડ પર નાળુ બનાવવાની માંગ સાથે બોરસદના ડભાસી પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે. પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ જબરદસ્ત અફરા-તફરી અને ઘર્ષણ સર્જાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -