છોટા ઉદેપુર: છોટાઉદેપુરના બોડેલીમાં ભાજપના તંબૂ ઉડ્યા છે. અહીં પેજ સમિતીના સદસ્યોને ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ હતો.  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર હતો.



જો કે પાટીલના આગમન પહેલા જ ભારે પવનના કારણે ટેંટ ઉડી ગયા છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા અને અધ્યક્ષ પહોંચવાની રાહ જોવાઈ રહી હતી. બસ ત્યારે જ પવનનું એવુ તો જોર હતુ કે ટેંટ જ ઉડી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો હોવા છતા સદનસીબે કોઈ એક પણ કાર્યકરને જાનહાનિ થઈ ન હતી.