વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. સતત વધી રહેલા પેટ્રોલ- ડિઝલના ભાવની અસર હવે જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પણ પડવા લાગી છે. એક તરફ આકરી ગરમીના કારણે આવકમાં ઘટાડો અને બીજી તરફ ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વચતા હવે શાકભાજીના ભાવ પણ ભડકે બળ્યા છે. હાલમાં મોટાભાગના શાકભાજી પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયા છે. એક તો આકરા તાપમાં તૈયાર શાકભાજીનો પાક બળી જતા ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જેના કારણે શાક મોંઘુ જ હતું. તેમાં ઈંધણના ભાવ વધતા હવે ભાવમાં વધુ ઉછાળો આવ્યો છે. શાકભાજીના ભાવ 100ને પાર થતા ગૃહિણીઓના બજેટ પર માઠી અસર પડી છે. હાલમાં બજારમાં ટીંડોળાના ભાવ પ્રતિ કિલો 160 પર પહોંચી ગયા છે. જ્યારે ફણસી પ્રતિ કિલો 200 રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે પરવર 120, ચોળી 208, ગવાર 100 અને ભીંડાના ભાવ પ્રતિ કિલો 120 પર પહોંચ્યા છે. હાલમાં માત્ર રવૈયા અને ટામેટા જ ગૃહિણીઓને પ્રતિ કિલો 100થી ઓછા ભાવે મળી રહ્યા છે.
પેટ્રોલ ડીઝલના ભાવની અસર હવે રાજ્યમાં શાકભાજી ઉપર પડી રહી છે એક તરફ ગરમી ત્યારે બીજી તરફ શાકભાજીની આવક ઓછી થતા તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે... જોકે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાના કારણે વેપારીઓને શાક મોંઘુ પડી રહ્યું છે ગરમી હોવાના કારણે શાકભાજીના પાક બળી જવાના કારણે બગડી જાય છે જેથી કરીને આવક ઘટતા તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મોટાભાગના શાકભાજી 100 ને પાર જોવા મળી રહ્યા છે . ત્યારે આ શાકભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર માઠી અસર પડી રહી છે. ગૃહિણીઓ આ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઊઠી છે.
આ પણ વાંચોઃ મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
અનાજથી લઈને ફળો અને શાકભાજી સુધીની દરેક વસ્તુના વધતા ભાવે લોકોના બજેટને ખોરવી નાખ્યું છે. મહિલાઓ રસોડાના વધતા બજેટથી ચિંતિત છે. દરમિયાન, વધતા ભાવોને કારણે સામાન્ય ગ્રાહકો માટે તેમના ઘરના ખર્ચને સંતુલિત કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. મધ્યમ અને શ્રમજીવી પરિવારો ખાસ કરીને પ્રભાવિત થયા છે. લોટ, કઠોળ, ખાદ્ય તેલ, મસાલા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અગાઉના ભાવોની સરખામણીમાં વધ્યા છે. ફળો અને શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો કહે છે કે જે રકમમાં એક અઠવાડિયા ચાલે તેટલો કરિયાણાનો સામાન અને શાકભાજી ખરીદતી હતી તે જ વસ્તુઓ ખરીદવા માટે હવે વધુ ખર્ચ થાય છે.
