સૌરાષ્ટ્ર અને કચ્છમાં આભમાંથી અગનજ્વાળા વરસશે આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં હિટવેવની કરી છે આગાહી છે. સાથે 19 તારીખ પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.


ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ ગીર સોમનાથ, તાપી અને નર્મદાના ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે કારણ કે આ જિલ્લામાં વીજળી સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.


હાલ અમદાવાદ, સુરત, નવસારીનું તાપમાન સતત વધી રહ્યું છે. સુરતનું મહતમ તાપમાન 37.2 ડિગ્રી, નવસારીનું 36.5 અને વલસાડનું તાપમાન 34.0 ડિગ્રી પહોંચ્યું છે. માર્ચ મહિનો શરૂ થતાં ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ત્વચાને દઝાડતી આકરી ગરમી માટે તૈયાર રહેવાના સંકેત આપ્યા છે. 


અમદાવાદનું આજનું તાપમાન 37 ડિગ્રી પાર પહોંચી ગયું છે. આગામી 4 દિવસોમાં અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. શનિવારે સુરતનો મહતમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું, નવસારીમાં મહતમ તાપમાન 36.5 ડિગ્રી પહોંચ્યું હતું. 


ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે. એક બાજુ ભારે તાપ તો બીજી બાજુ તાપથી બચવા માટે અલગ અલગ કમ્પનીઓ એસી પર ઓફર પણ આપી રહી છે. જેમ જેમ ગરમીનો પારો ઉંચો જતો જશે તેમ તેમ એસીના વેચાણમાં પણ વધારો થશે. 


ગુજરાતના આ સાત જિલ્લામાં કોરોના વિસ્ફોટ, જાણો 15 દિવસમાં કેટલા ટકા કેસ વધ્યા


Vadodara ના આ ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ આવતા હાહાકાર, ગામમાં 31 માર્ચ સુધી લોકડાઉન


ભાવનગરમાં કોરોના બેકાબુ, જાણો 8 દિવસમાં કેટલા કેસ નોંધાયા, શહેરની 6 જગ્યાએ ફરી રેપિડ ટેસ્ટ કરવાના મનપાના આદેશ


ગુજરાતમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ, 19 માર્ચે રાજકોટ અને સુરતમાં નોંધાયા હતા પ્રથમ કેસ