અમદાવાદઃ રાજ્યમાં ફાયર સેફટી એન.ઓ.સી અને બિલ્ડીંગ યુઝ પરમિશનના મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો હુકમ કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અલગ-અલગ હોસ્પિટલોની અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. building use permission(બીયુ) ના હોય તેવી ઇમારતોને ૩૧ માર્ચ 2022 સુધી છૂટ આપતા રાજ્ય સરકારના નોટિફિકેશનને પણ સુપ્રીમ કોર્ટે સ્ટે કરી દીધું છે.
સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસને building use permission અને ફાયર સેફટી એન.ઓ.સી ન હોય તેવી ઇમારતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે.
BU પરમિશન વિના ચાલતી હોસ્પિટલ મુદે સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. ત્રણ મહિનાનું પરમિશન આપતુ 8 જૂલાઈનું નોટિફિકેશન સ્થગિત કરવા સુપ્રીમ કોર્ટે સુચના આપી છે. સુરત અગ્નિકાંડને લઈ આયોગે બનાવેલા રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવા સુચન આપ્યું છે. હોસ્પિટલના અગ્નિકાંડના મૃતકોને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે.