નવી દિલ્હી:  કૉંગ્રેસે સોમવારે સુપ્રિયા શ્રીનેતને સોશિય મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ  રોહન ગુપ્તાની જગ્યા લેશે. જ્યારે રોહન ગુપ્તાએ કૉંગ્રેસ પાર્ટીએ તાત્કાલિક અસરથી પાર્ટીના પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે.  



પાર્ટી તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,  કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી નવા કોમ્યુનિકેશન વિભાગ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ તરીકે સુપ્રિયા શ્રીનેતની નિમણૂકને મંજૂરી આપી છે, તેમજ રોહન ગુપ્તાને પાર્ટીના પ્રવક્તા નિયુક્ત કરવામાં આવ્યા છે." પાર્ટી તરફથી એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.


National Herald Case: EDએ રાહુલ ગાંધીને કાલે પણ બોલાવ્યા, પાંચમી વાર થશે પૂછપરછ



એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  (ED) નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપર સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ (National Herald Money laundering case)ના સંબંધમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરવાનું ચાલુ રાખ્યું છે. આજે 20 જૂને લગભગ 10 કલાકની પૂછપરછ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે 21 જૂને મંગળવારે પણ રાહુલ ગાંધીને ED દ્વારા બોલાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે તેની સતત ત્રણ દિવસ પૂછપરછ કરવામાં આવી હતી.


 
રાહુલ ગાંધી આજે 20 જૂને સવારે 11.05 વાગ્યે મધ્ય દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફિસની આસપાસ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો અમલમાં મુકવામાં આવ્યાં હતા. 


રાહુલ ગાંધી બપોરે 3.30 વાગે લંચ માટે ED ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને લગભગ એક કલાક બાદ ફરીથી ED ઓફિસ પહોંચ્યા હતા. જે બાદ ફરી પૂછપરછ શરૂ થઈ હતી. આજે રાહુલ ગાંધીની 10 કલાક પૂછપરછ થઇ હતી. 



ગયા અઠવાડિયે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ ED અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીની 30 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.