ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરત માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. આ બંને શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.
આજે અમદાવાદ શહેરમાં નવા રેકોર્ડબ્રેક 1504 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં આજે 1087 નવા કેસ નોંધાયા છે. આ બંને શહેરોમાં કોરોનાથી મૃત્યુ પણ વધી રહ્યા છે. આજે અમદાવાદમાં કોરોના સંક્રમણના કારણે 19 લોકોના મોત થયા છે, જ્યારે સુરત શહેરમાં 16 લોકોનો આ મહામારીએ ભોગ લીધો છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
એક્ટિવ કેસ 27000ને પાર
રાજ્યમાં આજે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1 મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1504, સુરત કોર્પોરેશનમાં 1087, રાજકોટ કોર્પોરેશનમાં 405, સુરત 361, વડોદરા કોર્પોરેશનમાં 277, જામનગર 189, વડોદરા 139, મહેસાણા 127, પાટણ 124, જામનગર 123, રાજકોટ 70, ભાવનગર કોર્પોરેશન 68, ગાંધીનગર-56, મોરબી 54, કચ્છ 53, નર્મદા 50, બનાસકાંઠા 49, નવસારી 47, દાહોદ 46, ગાંધીનગર કોર્પોરેશન-45, અમરેલી-42, જૂનાગઢ કોર્પોરેશન 42, ભરુચ 41, જૂનાગઢ 41, પંચમહાલ 40, ખેડા 39, સાબરકાંઠા 37, આણંદ 31, વલસાડ 31, ભાવનગર 29, અમદાવાદ 28, અરવલ્લી 28, સુરેન્દ્રનગર 28, બોટાદ 27, મહીસાગર 26 અને દેવભૂમિ દ્વારકા 21 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 80,55,986 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,67,733 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 91,23,719 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.