સુરતઃ સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતુ. ફક્ત બે જ કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પવન સાથે ખાબકેતા ભારે વરસાદથી મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

ભારે વરસાદથી ઉમરપાડાથી કેવડી, ઝંખવાવ જતો માર્ગ બંધ થયો હતો. તે સિવાય કોસંબા માંગરોળ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત માંગરોળમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો હતો.  ધોધમાર વરસાદને પગલે વીરા નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઉચવાણ ગામમાં માત્ર દોઢ કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો







કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ