સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બની છે. કેનાલમાં ડુબી જવાથી બે દિવસમાં બેનાં મોત થયા છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.
સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડુબી ગયેલી દોઢ વર્ષની બાળકીની લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી છે. રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતાં. સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેનની વિગતો એવી છે કે, સપના નામની દોઢ વર્ષીય બાળકીનું કેનાલમાં પડી જતાં મોત નીપજ્યું છે. જ્યારે માતા વસંતબેનને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય એક ઘટનામાં, રાજકોટ(Rajkot)ના લોધિકા નજીક વાગુદડ (Vagudad)નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પૈકી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. રાજકોટના વાગુદડ નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા. પાણીમાં પડેલા આ યુવાનો તણાયા હતા. જેને બચાવવા માટે રેસ્ક્યૂ શરુ કરવામાં આવ્યું છે. બચાવકાર્યમાં બે યુવાનોનો આબાદ બચાવ થયો. પરંતુ અન્ય 2 યુવાનોના મોત થયા છે.
રાજકોટ(Rajkot)ના લોધિકા નજીક વાગુદડ (Vagudad)નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પૈકી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ચાર યુવકો બપોરના સમયે નદીમાં ન્હાવા પડ્યા હતાં. યુવાનો તણાતા પોલીસ સ્ટાફ, અને સ્થાનિક તરવૈયા બંને યુવકોને શોધવાના પ્રયાસ શરુ કર્યા છે. તમને જણાવી દઈએ કે રાજકોટ કાલાવડ હાઈવે પર વાગુદડ નજીક આવેલી નદીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. યુવાનો મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા મજુર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાની માહિતી પણ આવી છે.
બપોરના સમયે આ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન 2 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, મામલતદાર લેવલના અધિકારીઓ આ સ્થળે આવી પહોંચ્યા છે.
ચાર પૈકી મૂળ એમપીના 17 વર્ષીય કૃણાલ પંડ્યા અને મૂળ બિહારના 12 વર્ષીય અમન ગુપ્તાનું ડૂબી જતા મોત નિપજ્યું છે. પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે.