સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે ભાજપના કેટલાય નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. હવે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પૂર્વ  પ્રમુખના દુઃખદ અવસાન થયું છે. તેમના માનમાં આજે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારો સજ્જડ બંધ રહી હતી. 


પાલિકાના પૂર્વ પ્રમુખનું અવસાન થતાં  શ્રધ્ધાંજલી પાઠવવા વેપારીઓ અને દુકાનદારોએ સ્વૈરિછક ધંધો અને રોજગાર સવારથી બંધ રાખ્યા હતા. પાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઈ ટોલિયાનું કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન ગઇકાલે મોત નિપજ્યું હતું.


પૂર્વ પ્રમુખના અવસાનથી પરિવારજનો સહીત સ્થાનિક ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને શહેરીજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. અંતિમ દર્શનમાં જિલ્લા કલેકટર પણ હાજર રહ્યા હતા. મિત્રના અંતિમ દર્શન કરી રડી પડ્યા હતા.


વીપીન ટોલિયાને સુરેન્દ્રનગરમાં વિકાસ પુરુષ તરીખે ઓળખવામાં આવતા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી, પ્રદેશ અધ્યક્ષ વગેરેએ અંતિમ દર્શન  કર્યા હતા. 


રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12955 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7912 પર પહોંચી ગયો છે. 


 



રાજ્યમાં આજે 12995 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,77,391  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,48,124 પર પહોંચ્યો છે. જેમાંથી 792  લોકો વેન્ટિલેટર પર અને 147332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.37 ટકા છે. 


 


ક્યાં કેટલા મોત થયા ? 


 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22 , સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશમાં 10,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા  2, જામનગર કોર્પોરેશમાં 9,   વડોદરા 5, સુરત 5,   જામનગર-5,  ભાવનગર કોર્પોરેશન 3,  પંચમહાલ -2, નવસારી-1, દાહોદ-1, સુરેન્દ્રનગર-2, જુનાગઢ-5, ગીર સોમનાથ-1, જુનાગઢ કોર્પોરેશન-4, મહીસાગર-2, ખેડા-2,  કચ્છ-3, રાજકોટ-6, આણંદ-1,  અમરેલી-1, બનાસકાંઠા-4, પાટણ-1, સાબરકાંઠા-5, અરવલ્લી-1, છોટા ઉદેપુર-1, વલસાડ-1, મોરબી-1, ભરુચ-2, નર્મદા-2, ભાવનગર-5, અમદાવાદ-1 અને બટાદમાં 1ના મોત સાથે કુલ 133 લોકોના મૃત્યુ થયા છે.


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 



આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4174 , સુરત કોર્પોરેશન-1168, વડોદરા કોર્પોરેશમાં 722,  મહેસાણા-525, જામનગર કોર્પોરેશન-398, રાજકોટ કોર્પોરેશન-391,  વડોદરા-385, જામનગર-339,  ભાવનગર કોર્પોરેશન 307, સુરત-298, પંચમહાલ -237, નવસારી-216, દાહોદ-198, સુરેન્દ્રનગર-195, જુનાગઢ-193, ગીર સોમનાથ-192, જુનાગઢ કોર્પોરેશન-189, મહીસાગર-188, ખેડા-180,  કચ્છ-173, રાજકોટ-170, ગાંધીનગર-158, આણંદ-157, અમરેલી-156, બનાસકાંઠા-156, પાટણ-154,  ગાંધીનગર કોર્પોરેશન- 148, સાબરકાંઠા-147, અરવલ્લી-124, છોટા ઉદેપુર-118, વલસાડ-118, તાપી-113, મોરબી-92, ભરુચ-91, નર્મદા-87, ભાવનગર-84, અમદાવાદ-74, દેવભૂમિ દ્વારકા-58, પોરબંદર-44, ડાંગ-20 અને બટાદમાં 18 કેસ સાથે  કુલ 12955  કેસ નોંધાયા છે.