Surendranagar: ગુજરાતમાં ખનન માફિયાની દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે, સામાન્ય માણસ જ નહીં પણ હવે તો પોલીસની ટીમ પણ પણ હુમલો થવાની ઘટના ઘટી રહી છે. હાલમાં જ સુરેન્દ્રનગરમાં પેટ્રૉલિંગ પર ગયેલી પોલીસ ટીમ પર ખનન માફિયાઓએ એકાએક હુમલો કરી દેતા પોલીસકર્મી ઘાયલ થયા છે. આ પછી પોલીસે તમામની શોધખોળ શરૂ કરી દીધી છે.


માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનનાં જામવાડી ગામે પોલીસ ટીમ પર ઉપર હુમલો થયો છે. જ્યારે પોલીસકર્મી પેટ્રૉલિંગ ફરજ ઉપર હતો તે દરમિયાન જ ખનન માફિયાઓએ હુમલો કરી દીધો હતો. ખનન માફિયાઓ થાનના જામવાડી વિસ્તારમાંથી કાર્બોસેલની ટ્રક છોડાવીને ભાગી છૂટ્યા હતા, જોકે, બાદમાં પોલીસની ટીમ આ વિસ્તારમાં આ ખનીજ ચોરી પકડવા અને આવી ઘટનાને થતી અટકાવવા માટ પેટ્રૉલિંગમાં ગઇ હતી, તે સમયે જ 11 શખ્સોએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ શખ્સોએ પહેલા પોલીસકર્મીને માર માર્યો હતો, અને બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પોલીસ કર્મીએ થાન પોલીસ સ્ટેશનમાં ખનન માફિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.


 


રાજકોટમાં 14 મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ


રાજકોટમાંથી વધુ એકવાર ક્રાઇમની હાઇ પ્રૉફાઇલ ઘટના સામે આવી છે. રાજકોટમાં પોલીસના દરોડામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ છે, અહીં એક મકાનમાં જુગારધામ ચાલતુ હતુ, પોલીસની દરોડા દરમિયાન અહીંથી જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે, રાજકોટમાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવતા મોટી કાર્યવાહી કરી હતી, આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જુગારના અડ્ડાઓ દરોડા પાડ્યા હતા. ખાસ વાત છે કે, જ્યારે પોલીસે દરોડા પાડ્યા તે સમયે રાજકોટમાં આજી ડેમ પાસે માનસરોવર પાર્કમાં એક મકાનમાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ પકડાયુ હતુ, આ જુગારધામમાંથી 14 મહિલાઓ રંગેહાથે ઝડપાઇ હતી. આ જુગારધામ એક મકાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતુ હતુ.


રાજકોટમાં કામવાળીએ પ્રેમી સાથે મળી લૂંટ્યા હતા 15 લાખ, પોલીસે માત્ર 36 કલાકમાં આરોપીઓને ઝડપ્યા


રાજકોટમાં કોહિનૂર એપાર્ટમેન્ટમાં થયેલી 15 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટના પોશ વિસ્તારમાં ધોળેદહાડે લાખોના લૂંટની ઘટના બની હતી. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધાને બંધક બનાવીને 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે પોલીસે ફક્ત 36 કલાકમાં લૂંટમાં સામેલ નેપાળની કામવાળી અને તેના પ્રેમી સહિત ત્રણને દબોચી લીધા હતા. મળતી માહિતી અનુસાર, 15 લાખની લૂંટ ચલાવી જૂનાગઢમાં છૂપાયેલા નેપાળી કામવાળી અને તેન પ્રેમી સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી હતી. વાસ્તવમાં કામવાળી અને તેના સાગરિતો લૂંટ ચલાવી રાજકોટથી જૂનાગઢ પહોચ્યા હતા. આ માટે તેઓએ ત્રણ રિક્ષા બદલી અને ખાનગી બસમાં બેઠા હતા. એટલું જ નહી પોલીસથી બચવા માટે કામવાળીના પ્રેમીએ દાઢી મૂંછ મુંડાવી નાખ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા માટે 200 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આખરે પોલીસે જૂનાગઢ ભવનાથમાં 50 જેટલી ધર્મશાળા ,હોટલ, ગેસ્ટ હાઉસમાં તપાસ બાદ ધરપકડ કરી હતી. વાંઝા જ્ઞાતિની વાડીમાં 6 ટીમના 40 થી વધુ પોલીસ ત્રાટક્યા હતા.