Surendranagar: ચોટીલા - રાજકોટ હાઇવે પર આપા ગીગાના ઓટલા પાસે ખાનગી લક્ઝરી બસમાં વહેલી સવારે અચાનક આગ લાગતાં દોડધામ મચી હતી. બસમાં આગ લાગતા એક મહિલા મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર થી પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાહતા.
પ્રાથમિક તપાસમાં ખાનગી લક્ઝરી બસ મુસાફરોને લઈને વાપી થી સોમનાથ તરફ જઈ રહી હતી તે દરમિયાન બનાવ બન્યો હતો. અનેક મુસાફરોનો કિંમતી માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી બસમાં લાગેલ આગને બુજાવી હતી.
22 વર્ષની યુટ્યૂબરે કર્યું સુસાઇડ,
સેલેબ્સની આત્મહત્યાના કિસ્સાઓ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ તેના શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે જ સમયે સમાચાર આવી રહ્યા છે કે છત્તીસગઢ સ્થિત સોશિયલ મીડિયા ફેમ લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી છે. લીનાની ડેડ બોડી તેના જ ઘરની છત પરથી મળી આવી હતી। પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.
આ ઘટના રાયગઢની કેલો બિહાર કોલોનીમાં બની હતી. અહેવાલો અનુસાર ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, પોલીસ આવી ત્યાં સુધીમાં લીના નાગવંશીના પરિવારજનોએ તેના મૃતદેહને ફાંસીના માંચડેથી નીચે ઉતારી દીધો હતો. ચક્રધર નગર પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર લીના નાગવંશીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મૃત્યુનું કારણ પુષ્ટિ થશે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
લીના સોશિયલ મીડિયા સ્ટાર હતી
જણાવી દઈએ કે લીના નાગવંશી છત્તીસગઢના રાયગઢની લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર હતી. 22 વર્ષની લીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ હતા અને ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ હતી. લીનાની પોતાની એક લોકપ્રિય યુટ્યુબ ચેનલ પણ હતી.
બિંદાસ સ્વભાવની હતી લીના
તે બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. લીનાના પરિવારજનો પાસેથી કોઈ જ જાણકારી મળી નથી. પરંતુ લીનાને ઓળખનારાએ કહ્યું હતું કે તે બિંદાસ સ્વભાવની હતી. લીના ફોનમાં વીડિયો બનાવવાની શોખીન હતી, એટલે જ તે હંમેશા રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હતી.
ઘટનાસ્થળેથી યુવતીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંગત કારણોસર લીનાએ આત્મહત્યા કરી છે. પરંતુ હજુ સુધી તેમની આત્મહત્યાનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.