Surendranagar News: સુરેન્દ્રનગર એસઓજીએ મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. હાલમાં જ સમાચાર છે કે, સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રા-હળવદ હાઇવે એક પંબીબી ઢાબા(હૉટલ) હોટલમાંથી સુરેન્દ્રનગર ઓસએજીએ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી અફીણ તથા ઓપીએટનો ડરીવેટીવ્ઝના જથ્થો સુરેન્દ્રનગર એસઓજી જપ્ત કર્યો છે. 
 
પોલીસ માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક ડૉ. ગિરીશ પંડ્યા દ્વારા હાલમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, ઔષધો, મનપ્રભાવી દ્રવ્યો તથા એનડીપીએસ એટલે કે ગાંજો, અફીણ, એમડી સહિતના જથ્થાનો ગેરકાયદેસર વેપાર, વેચાણ અને હેરાફેરી અટકાવવા સૂચના આપવામાં આવેલી હતી, સાથે સાથે આવા ગેરકાયદે દ્રવ્યો અને જથ્થાના વેપાર અને વેચાણ તેમજ હેરાફેરી કરનારાઓને પકડી પાડીને તેમના પર કેસો કરવા સૂચના આપવામાં આવી હતી. 


પોલીસ અધિક્ષકની આ સૂચના બાદ સુરેન્દ્રનગર એસઓજીના પીઆઇ જાડેજાએ ખાનગી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, એસઓજી ટીમે સુરેન્દ્રનગર નજીકની ધ્રાગધ્રા-હળવદ હાઇવે પર ચુલી ગામ નજીક કાર્યવાહી કરી હતી, અહીં પંજાબી ઢાબાના (હૉટલ) કમ્પાઉન્ડમાંથી એક આરોપી જેનું નામ ભોહરસિંહ છે તેને ગેરકાયદે જથ્થાના વેપાર કરતાં ઝડપી પાડ્યો હતો. આરોપી ભોહરસિંહ પાસેથી પોલો વૉક્સવેગન ગાડીમાં ગેરકાયદેસર માદક દ્રવ્યો, અને ઓપીએટનો ડેરિવેટિવ્ઝ 149 ગ્રામ, બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા, આ સુરેન્દ્રનગર એસઓજીઓ પોતાની કાર્યવાહીમાં કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલમાં આરોપી સામે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


ઘર અને ખેતરમાં આરોપીએ કર્યુ હતુ ગાંજાનું વાવેતર - 


રાજ્યમાં એક પછી એક ગાંજાના વાવાતેરના કિસ્સા સામે આવી રહ્યાં છે, હાલમાં જ ગુજરાત યૂનિવર્સિટી અને અન્ય સ્થળો પરથી ગાંજાના છોડના વાવેતરને લઇને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે અરવલ્લીલ જિલ્લામાંથી એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરીને ગાંજાના વાવેતરને પકડી પાડ્યું છે, પકડાયેલાં આ ગાંજાના છોડની રકમ લગભગ 2 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યુ છે. 


મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લામાં એસઓજીની ટીમે અચાનક દરોડા પાડતાં લગભગ બે લાખનાં ગાંજા વાવાતરને પકડી પડ્યુ છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોરી (વાવમેલાણા) ગામમાંથી ગાંજાનું વાવેતર થવાની બાતમી એસઓજીને મળી હતી. ખરેખરમાં આ વિસ્તારની હદ ઇસરી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, પરંતુ એસઓજીને ટીમે અચાનક કાર્યવાહી હાથ ધરતા મોટી મોરી (વાવમેલાણા) ગામમાં એક ખેડૂત આરોપીએ પોતાના ખેતરમાં તથા રહેણાંક મકાનમાં ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતુ. જ્યારે મોડાસા એસઓજીની ટીમે અચાનક રેડ કરી તો આરોપી સહિત તેના ખેતર અને ઘરમાંથી કુલ 41 ગાંજાના છોડ પકડી પાડવામા આવ્યા હતા, જેનુ વજન 10.700 કિલો હતુ અને કિંમત 1 લાખ 700 રૂપિયાની હતી, આ તમામ મુદ્દામલ એસઓસજીની ટીમે જપ્ત કરી લીધો હતો. ખાસ વાત છે કે, આ સમગ્ર ઘટનામાં ઇસરી પોલીસ ઉંઘતી રહી અને મોડાસા એસઓજીની ટીમે રેડ કરીને મોટી ગુનાખોરીને પકડી પાડી હતી. 


આ પહેલા સાબરમતી જેલમાંથી પકડાયો હતો ગાંજો


ફરી એકવાર ગાંજો પકડાવવાની ઘટના સામે આવી છે, આ વખતે અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંજો પકડતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આજે એક કેદી પાસેથી મોટી માત્રામાં ગાંજો પકડાયો છે. આ ઘટના બાદ જેલ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. સાબરમતી જૂની જેલના મધ્ય ભાગમાંથી આ ગાંજો ઝડપાયો હતો, જેમાં પાકા કામના કેદી સંજય ગજેરા, જેનો નંબર છે 16824, પાસેથી પેપરમાં વાળેલો 1 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. ગાંજો પકડાયા બાદ રાણીપ પોલીસે કેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંજો પકડવવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.