સુરેન્દ્રનગરઃ લીંબડી તાલુકાના બળોલ અને હડાળા ગામ‌ વચ્ચે કોઝવે પર પાણીના ઘસમસતા પ્રવાહમાં સીએનજી રિક્ષા તણાઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રીક્ષા ચાલક મુસાફરો સાથે પાણીનો પ્રવાહ હોવા છતા કોઝવે પસાર કરવા જાય છે અને રીક્ષા પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે.


મળતી વિગતો પ્રમાણે અંદાજે ચાર વ્યક્તિઓ સાથે રિક્ષા તણાઈ હતી. રિક્ષામાં સવાર ત્રણ‌ વ્યક્તિઓને સ્થાનિક ગ્રામજનોએ આબાદ રીતે બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક મહિલા સહિત રિક્ષાની શોધખોળ હાલ ચાલુ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કોઝવે પર પાણી ફરી વળ્યુ હોવા છતાં રિક્ષા પસાર થતા તણાઈ હતી.