સુરેન્દ્રનગરઃ એકબાજુ એસીટી બસના કર્મચારીઓ હડતાળ પર જવાની તૈયારીઓ કરી રહ્યાં છે, ત્યારે બીજીબાજુ એસટી વિભાગની બસો પર વિદ્યાર્થીઓનો ઉગ્ર રોષ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે અપડાઉન કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆતો કરીને વિરોધ નોંધાવ્યો છે, તેમનો આક્ષેપ છે કે, સુરેન્દ્રનગર - અમદાવાદ વચ્ચે દોડતી તમામ એસ.ટી. બસો ટેન્ડર પૂરું થઈ ગયેલ ખાનગી હોટલ પર હોલ્ટ કરી રહી છે, જેના કારણે ખુબ મોડુ થઇ રહ્યું છે.
આક્ષેપ કરનારા મુસાફરો અને વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે, સુરેન્દ્રનગર-અમદાવાદ વચ્ચે દોડતી તમામ એસટી બસો આવી ખાનગી હૉટલો પર ઉભી રહે છે, જેનાથી સમયનો બગાડ થયા છે, અને તમામ લોકોને હાલાકી પડી રહી છે. આ નિયમો વિરુદ્ધ છે કેમ કે તમામ એસ.ટી. બસો ટેન્ડર પૂરું થઈ ગયેલ ખાનગી હોટલ પર હોલ્ટ કરી રહી છે, એટલુ જ નહીં મુસાફરો અને અપડાઉન કરી રહેલા વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે હોટલ પર હોલ્ટના કારણે બસ અંદાજે એક કલાક મોડી પહોચી રહી છે.
સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પર ખાનગી હોટેલ પર બસો કરે છે હોલ્ટ, જુઓ શું પડી મુશ્કેલી ?
સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પર ખાનગી હોટેલ પર બસોના હોલ્ટ કરવા મામલે મુસાફરી અને વિદ્યાર્થીઓએ ઉગ્ર રજુઆત કરી હતી. નિયમ વિરુદ્ધ ખનગી બસો ઉભી રાખવાનો આરોપ લગાવાયો છે. બસો હોલ્ટ કરતી હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી પડે છે.
Surendranagar : ભાજપના નેતાની દાદાગીરી હોસ્પિટલ સીલ કરવા આવેલા ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા
સુરેન્દ્રનગરઃ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો સામે સુરેન્દ્રનગર પાલિકાની કાર્યવાહીને લઈને શહેર ભાજપ પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ થયો હતો. ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શન સાથે ખાનગી હોસ્પિટલ સીલ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ સામે કાર્યવાહીમાં આવરોધ ઉભા કરવાનો આરોપ લાગ્યો છે. 10 દિવસમાં ફાયર સેફ્ટી ફીટ કરાવવા માટે ભાજપ શહેર પ્રમુખે આપી ખાતરી. હોસ્પિટલને સીલ કરવા બાબતે ચીફ ઓફિસર અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે શાબ્દિક ઘર્ષણ.