IPL 2022, ચેન્નાઇ સુપર કિંગ્સને એક મોટો ઝટકો લાગી શકે છે. આ વખતે સીએસકેને રવિન્દ્ર જાડેજાના રૂપમાં એકમોટો ઝટકો લાગી શકે છે, અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો રવિન્દ્ર જાડેજાને આઇપીએલ 2022માંથી બહાર થવુ પડી શકે છે.


ખાસ વાત છે કે ચેન્નાઇની ટીમમાં પહેલાથી જ કેટલાય ફેરફારો થઇ ચૂક્યા છે. એટલે સુધી કે દીપક ચાહર ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ચૂક્યો છે. આજ રીતે હવે સીએસકેમાંથી રવિન્દ્ર જાડેજા પણ ઇજાના કારણે બહાર થઇ શકે છે.


રવિન્દ્ર જાડેજાને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ ફિલ્ડિંગના સમયે અપર બૉડીમાં ઇન્જરી થઇ હતી. આ મેચમાં ચેન્નાઇની હારનો સામનો કરવો પડ્યો હતો. એટલુ જ નહીં ઇજાના કારણે તેને દિલ્હી કેપિટલ્સની સામે પણ  બહાર થવુ પડ્યુ હતુ.


ખાસ વાત છે કે સીએસકે માટે આ સિઝન ખાસ ના રહી અને શરૂઆતી મેચો ગુમાવ્યા બાદ હવે પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ બની ગયુ છે, જોકે, હજુ પણ સીએસકે પાસે પ્લેઓફમાં પહોંચવાનો મોકો છે, પણ જો આરસીબી કે રાજસ્થાન એક એક મેચ જીતી જાય છે,તો ચેન્નાઇનુ લગભગ બહાર થવુ નક્કી છે. 


આ પણ વાંચો......... 


રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?


IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી


Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ


Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન


અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું


Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ